જામનગર શહેર-જીલ્લામાં વિદેશી શરાબની નાની-મોટી બોટલો સાથે ૬ ઝબ્બે

  • August 17, 2026 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર-જીલ્લામાં વિદેશી શરાબની નાની-મોટી બોટલો સાથે ૬ ઝબ્બે

અલગ અલગ સ્થળોેએ પોલીસના દરોડા : સિકકા કારાભુંગામાં દેશી દારૂ અંગે પોલીસનો છાપો

જામનગર શહેરમાં ૩ દિવસ દરમ્યાન અલગ અલગ સ્થળે વિદેશી દારૂ અંગે દરોડા પાડયા હતા, જેમાં કુલ ૧૪૪ ચપલા તથા વાહન મળી ૬ શખ્સની અટક કરી હતી, ૨ ફરાર થઇ ગયો હતો ભીમવાસ, રાજનગર ઉપરાંત પિયાવા ચોકડી પાસેથી લતીપરના બે શખ્સ દારૂના ૭૨ ચપલા અને બાઇક સાથે ઝપટે ચડયા હતા, જયારે સિકકા પાટીયેથી દારૂની ૪ બોટલ સાથે એકને દબોચી લીધો હતો. તેમજ ડીફેન્સ કોલોનીમાં કારચાલક પાસેથી ૩ ચપલા મળી આવ્યા હતા અને બેડી રીંગ રોડ પરથી જયુપીટરમાં નીકળેલા શખ્સની તલાશી લેતા ૫ બોટલ દારૂની મળી આવી હતી. 

જામનગરના રાજનગરમાં રહેતા તુષાર ઉર્ફે ભુરો  પ્રકાશ ગોહિલ નામના શખ્સના ભોગવટાના મકાનમાં સીટી-સી પોલીસે દરોડો પાડી ૬૦ ઇંગ્લીશ દારૂના ચપટા સાથે પકડી લીધો હતો, જયારે કુકડા કેન્દ્ર આવાસ પાસે રહેતા સમીર ઉર્ફે મલો રજાક અન્સારીનું નામ ખુલ્યુ હતું.

બીજા દરોડામાં જામનગરના ભીમવાસ શેરી નં. ૩માં રહેતા અજય નરશી બાંભણીયા અને કમલેશ બાબુ મકવાણા નામના શખ્સોને ઇંગ્લીશ દારૂના ૧૬ ચપલા સાથે લેતી દેતી કરતા પકડી લીધા હતા.

ધ્રોલના લતીપર ગામના નવાપરા વિસ્તારમાં રહેતા રવિ ભિખા બાબરીયા અને સાગર હીરા નાટડા નામના શખ્સોને ઇંગ્લીશ દારૂના ૭૨ ચપલા તથા ૨ મોબાઇલ અને મોટરસાયકલ મળી કુલ ૫૭૨૦૦ના મુદામાલ સાથે સ્થાનીક પોલીસે પકડી લીધા હતા.

જયારે જામનગરના વડલાફળી વિસ્તારમાં રહેતા રાહુલ અશોક રાઠોડને તા. ૧૪ના રોજ સિકકા પાટીયા પાસે એકસેસમાં દા‚ની ૪ બોટલ લઇને નીકળતા મેઘપર પોલીસે પકડી લીધો હતો, તપાસ દરમ્યાન બોટલો સપ્લાય કરનાર નવાગામ ઘેડના સિઘ્ધરાજસિંહનું નામ ખુલ્યુ હતું. તેમજ ખોડીયાર કોલોની હાઉસીંગ બોર્ડ ખાતે રહેતા જય હરીશ હિન્દુજાને કેફી પ્રવાહી પી આઇ-૨૦ કાર નં. જીજે૧આરએકસ-૨૮૭૭ ડીફેન્સ કોલોની રોડ પર સર્પાકાર રીતે ચલાવીને નીકળતા સીટી-સી પોલીસે પકડી લીધો હતો તેની પાસેથી દારુના ૩ ચપલા મળી આવ્યા હતા, જયારે ગાંધીનગરમાં રહેતા વિજય મુકેશ એરડીયાને જયુપીટર બાઇકની ડેકીમાં ઇંગ્લીશ દારૂની ૫ બોટલ લઇને રીંગ રોડ બેડી બંદર ખાતેથી નીકળતા દબોચી લેવાયો હતો. 

આ ઉપરાંત કારાભુંગા વિસ્તારમાં રહેતા કાન્તી રમેશ મકવાણાના મકાનેથી ૩૦ લીટર કાચો આથો, અડધો લીટર દેશી દારુ મળી આવ્યો હતો, જયારે સિકકા કરારાભુંગામાં રહેતી મંજુબેન નાનજી પરમારને ત્યાંથી ૧૫૦ લીટર કાચો આથો જપ્ત કર્યો હતો. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application