અનંત અંબાણી દ્વારા દ્વારકાના દર્શનાર્થીઓ માટે વિશેષ સેવા

  • October 08, 2026 12:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનંત અંબાણી દ્વારા દ્વારકાના દર્શનાર્થીઓ માટે વિશેષ સેવા

જગતમંદિરના પ્રસાદાલયમાં યાત્રીઓ હવે વિનામૂલ્યે ભોજન પ્રસાદનો લાભ લઈ શકશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અનંત અંબાણીની શુભપ્રેરણાથી દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવતા દેશ-વિદેશના યાત્રિકોની સેવામાં એક નવો અને દિવ્ય અધ્યાય જોડાઈ રહ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશનની અવિરત સેવા ભાવના અને અનંત અંબાણીના સંકલ્પથી શ્રી દ્વારકા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્ત, પૂજારી પરિવાર તથા સમસ્ત પંડા સમાજ દ્વારા સંચાલિત પ્રસાદાલયમાં હવે યાત્રીઓને વિનામૂલ્યે ભોજન પ્રસાદનો પ્રારંભ કરવામાં આવ્યો.

તા. ૦૭ ઓક્ટોબર, ૨૦૨૬થી આ યાત્રિક ભોજન પ્રસાદાલયમાં દરરોજ અંદાજે ૪,૦૦૦ યાત્રિકો વિનામૂલ્યે ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવશે. શ્રી દ્વારકા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્ત, પૂજારી પરિવાર તથા સમસ્ત પંડા સમાજના કુશળ સંચાલન અને રિલાયન્સ ફાઉન્ડેશનના આર્થિક અનુદાનથી ધબકતી થયેલી આ દિવ્ય પહેલ ધાર્મિક આસ્થા સાથે યાત્રીસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.

અનંત અંબાણીની સમર્પિત સેવા ભાવના થકી દ્વારકાધામની પાવન ભૂમિ પર આવતા પ્રત્યેક શ્રદ્ધાળુને માત્ર ભોજન નહીં, પરંતુ દિવ્ય આત્મીયતા અને સન્માનનો અનુભવ થાય તે આ પ્રસાદાલયના સેવા સંકલ્પ પાછળનો મુખ્ય હેતુ રહેલો છે.

દ્વારકાધીશના દર્શનાર્થે આવતા યાત્રિકો પોતાની આધ્યાત્મિક યાત્રા દરમિયાન શારીરિક અને માનસિક રીતે ઊર્જાવાન રહે અને તેમને પવિત્રતા સાથેનો શુદ્ધ તથા સાત્વિક ભોજન પ્રસાદ મળી રહે તે આ પ્રસાદાલયનો મૂળમંત્ર છે. પીરસવામાં આવતું આ ભોજન માત્ર ભૂખ સંતોષવાનું સાધન નથી, પરંતુ અતિથિ દેવો ભવ:ની આપણી સનાતન સંસ્કૃતિની ભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરતું એક પવિત્ર માધ્યમ છે.

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા દ્વારકાધામ ખાતે યાત્રિકો અને શ્રદ્ધાળુઓની સુવિધા તથા સેવા માટે હાથ ધરવામાં આવેલી આ વિશેષ પહેલ પસેવા એ જ પરમ ધર્મથ ની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. રિલાયન્સ ફાઉન્ડેશન અને શ્રી દ્વારકા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્ત, પૂજારી પરિવાર તથા સમસ્ત પંડા સમાજ ના સંયુક્ત પ્રયાસોથી શરૂ થયેલી આ વિનામૂલ્યે ભોજન પ્રસાદની સેવા દ્વારકાધામની યાત્રાને વધુ સુખદ, સાત્વિક અને સ્મરણીય બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application