જામનગર: કિશાનચોકમાં ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝબ્બે : બે ફરાર
જામનગરના કિશાનચોક માલદે ભુવનમાં રહેતા એક શખ્સને ઇંગ્લીશ દારૂના ૧૩૮ ચપલા સાથે પકડી લીધો હતો. તપાસ દરમ્યાન વેચાણના ભાગીદાર અને સપ્લાયરના નામ ખુલ્યા હતા જે બંનેને ફરાર જાહેર કરી તપાસ લંબાવવામાં આવી છે.
જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સુચનાથી એલસીબી પીઆઇ ચૌધરી તથા પીએસઆઇ ભાટીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં દારૂના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલસીબીના મયુરસિંહ, રૂષીરાજસિંહ તથા મયુદીનભાઇને મળેલ સંયુકત બાતમી આધારે જામનગર શહેરના કિશાન ચોક વિસ્તાર માલદે ભુવનમાં રહેતો કિશન મયુર કનખરાના રહેણાંક મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડના ૧૩૮ ચપલા કિ. ૨૨૮૦૦ અને એક મોબાઇલ મળી કુલ ૨૭૮૦૦ના મુદામાલ સાથે પકડી લીધો હતો.
દરમ્યાન દારૂના વેચાણના ભાગીદાર કિશાનચોકમાં રહેતા ધાર્મિક નંદા તથા દાનો જથ્થો સપ્લાય કરનાર જડેશ્ર્વરપાર્કના આરોપી ભાવેશ પ્રકાશ દામાને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
