જામનગર: કનસુમરા જીઆઈડીસી પાસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
બે શખ્સોની ધરપકડ: ચારની શોધખોળ: ૫.૮૫ લાખનો મુદ્દામાલ કબજે
જામનગર નજીક કનસુમરા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં કોપેક્સ કારખાના પાસે પંચકોશી ’બી’ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વર્ના કારમાંથી વિદેશી દારૂની ૪૨૬ બોટલ અને ચપલાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. ૮૫,૨૦૦ની કિંમતનો દારૂ તથા રૂ. પાંચ લાખની કિંમતની કાર સહિત કુલ રૂ. ૫.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે દારૂ સપ્લાય કરનાર બે અને મંગાવનાર બે મળી અન્ય ચાર શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અનુસાર દારૂ-જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. લાલપુર વિભાગના એ.એસ.પી. પ્રતીભાના માર્ગદર્શન હેઠળ પંચકોશી ’બી’ ડિવિઝનના પી.આઈ. વી.જે. રાઠોડ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન એ.એસ.આઈ. શૈલેન્દ્રસિંહ એસ. જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ આર. જાડેજાને બાતમી મળી હતી કે, કનસુમરા જી.આઈ.ડી.સી. રોડ પર કોપેક્સ કારખાના સામે એક વર્ના કારમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને બે શખ્સો ઊભા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડીને તપાસ કરતાં કારની ડીકીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે જી.જે.-૧૨-ડી.જી.-૨૫૮૧ નંબરની વર્ના કારમાંથી . ૮૫,૨૦૦ની કિંમતની વિદેશી દારૂની ૪૨૬ બોટલ અને ચપલાનો જથ્થો કબજે કર્યો હતો. આ સાથે રૂ. પાંચ લાખની કિંમતની કાર જપ્ત કરી સ્થળ પરથી બે શખ્સોને ઝડપી લીધા હતા.
પકડાયેલા આરોપીઓમાં નાઘેડી ગામમાં હનુમાનજી મંદિર પાસે રહેતો અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો આશિફ કાસમ કાટલીયા (ઉ.વ. ૩૦) તથા જામનગરના ગોકુલનગર વિસ્તારમાં શિવમનગર શેરી નં. ૪માં રહેતો અને મજૂરીકામ કરતો અરજણ એભા ભારવાડીયા (ઉ.વ. ૨૬)નો સમાવેશ થાય છે.
આ પ્રકરણમાં દારૂ સપ્લાય કરનાર નાઘેડીનો રામ ઉર્ફે રામકો મેર જીવા મોઢવાડીયા અને લાખાબાવળનો ભરત સાજન ગઢવી તથા દારૂ મંગાવનાર ગોકુલનગરનો દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા રામસંગ જાડેજા અને રાજ ધોકીયા સામે પણ કાર્યવાહી માટે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
