જામનગર: રણુજા લોકમેળામાં વહીવટી મંજૂરી વિના ધમધમતી રાઈડ્સ તંત્રએ બંધ કરાવી: ૭ પ્લોટ સામે કડક કાર્યવાહી
કાલાવડ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ રણુજા ખાતે ભાદરવા સુદ નોમના પાવન અવસરે યોજાયેલા લોકમેળામાં વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. મેળાના યાંત્રિક વિભાગમાં સત્તાવાર મંજૂરી પ્રક્રિયા પૂર્ણ થાય તે પૂર્વે જ શરૂ કરી દેવાયેલી રાઈડ્સ સામે તંત્રએ તાત્કાલિક પગલાં ભરીને તેને બંધ કરાવી દીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મેળાના યાંત્રિક વિભાગમાં આવેલા પ્લોટ નંબર ૨, ૩, ૪, ૧૧, ૧૨, ૧૫ અને ૧૮ના સંચાલકોએ નિયત વહીવટી પરવાનગી મેળવ્યા વિના જ રાઈડ્સ શરૂ કરી દીધી હતી. આ બાબત તંત્રના ધ્યાને આવતાં જ જવાબદાર અધિકારીઓનો કાફલો તાબડતોબ સ્થળ પર પહોંચ્યો હતો અને નિયમોનું ઉલ્લંઘન કરનારા તમામ સાત પ્લોટની રાઈડ્સ તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધી હતી.
રણુજા લોકમેળામાં ભક્તિભાવપૂર્વક દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓની ભારે ભીડ ઉમટી રહી છે, ત્યારે લોકોની જાનમાલની સુરક્ષા સર્વોપરી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે રાઈડ્સની મંજૂરી, ફિટનેસ સર્ટીફિકેટ અને સલામતીના તમામ ધોરણોની ચકાસણી પૂર્ણ થયા બાદ જ તેને સંચાલનની છૂટ આપવામાં આવશે. આ ઘટના બાદ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી મેળા પરિસરમાં યાંત્રિક વિભાગ પર તંત્ર દ્વારા દેખરેખ અને મોનિટરિંગ વધુ સઘન બનાવી દેવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆંગણવાડી કાર્યકરો કરશે આંદોલન રાજ્ય સરકારને ૧૦ દિવસનું અલ્ટીમેટમ
September 22, 2026 02:31 PMનજીવી બાબતે યુવકને છરી ઝીંકનાર શખસની માતાએ મહિલાને લાફા માર્યા
September 22, 2026 02:29 PMનર્મદાનીર ન મળે તો ? ૨૭ વર્ષ બાદ કન્ટિજન્સી પ્લાન તૈયાર
September 22, 2026 02:23 PM૨૦૪ કિલો ગાંજા પ્રકરણમાં સપ્યાલર રિસીવરને પકડી પાડતી ક્રાઇમબ્રાંચ
September 22, 2026 02:21 PMસૌરાષ્ટ્ર્ર–ગુજરાતમાં મેઘરાજાનો વિરામ ગઇકાલે માત્ર ૪૫ તાલુકામાં ઝાપટાં
September 22, 2026 02:15 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
