દ્વારકા પદયાત્રા વચ્ચે ડીજેના ઘોંઘાટ સામે કડક કાર્યવાહી
પોલીસે 14 વાહનો ડિટેઇન કર્યા; પદયાત્રીઓની સુરક્ષા માટે વિશેષ ડ્રાઈવ
દ્વારકાધીશ મંદિરમાં ઉજવાતા ફૂલડોલ ઉત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરીને દ્વારકા તરફ આગળ વધી રહ્યા છે. ભક્તિભાવ અને જયઘોષ વચ્ચે ચાલતી આ પદયાત્રા દરમિયાન ખંભાળિયા થી દ્વારકા હાઇવે પર કેટલાક વાહનચાલકો દ્વારા ડીજે સાથે આડેધડ વાહન હંકારી, રસ્તા પર ઉભા રહી અને ભારે ઘોંઘાટ કરી પદયાત્રીઓને કનડગત કરવામાં આવતા હોવાના બનાવોને ધ્યાનમાં લઈ જામ ખંભાળીયા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ પદયાત્રીઓની ભારે અવરજવર જોવા મળી રહી છે. હજારો શ્રદ્ધાળુઓ ભક્તિગીતો સાથે પગપાળા દ્વારકા જઈ રહ્યા છે ત્યારે તેમની સુરક્ષા અને માર્ગ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરી રહ્યું છે.
હાઇવે પર કેટલાક વાહનચાલકો દ્વારા ડીજેના ઊંચા અવાજ સાથે વાહનોને રસ્તા પર આડેધડ પાર્ક કરી ટ્રાફિકમાં અવરોધ ઉભો કરવામાં આવતો હતો. કેટલાક સ્થળોએ વાહનો પદયાત્રીઓની વચ્ચે ગેરરીતિથી પસાર થતા અકસ્માતની શક્યતાઓ ઊભી થતી હતી. આ ઉપરાંત જાહેર માર્ગ પર અનાવશ્યક ઘોંઘાટથી પદયાત્રીઓને અસુવિધા અને જોખમ સર્જાતું હતું.
આ સમગ્ર પરિસ્થિતિને ગંભીરતાથી લઈ જામ ખંભાળીયા પોલીસે વિશેષ અભિયાન ચલાવ્યું હતું. પોલીસે બોલેરો, આઇસર, છોટા હાથી, ટેમ્પો સહિત કુલ 14 જેટલા વાહનોને ડિટેઇન કર્યા હતા. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર અને જાહેર માર્ગ પર અવરોધ ઊભો કરનાર વાહનચાલકોને કડક ચેતવણી પણ આપવામાં આવી હતી. નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે પદયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરવ્યવસ્થા, ઘોંઘાટ અથવા માર્ગ અવરોધ સહન કરવામાં નહીં આવે. પદયાત્રીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને ભક્તિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે સૌએ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
આ કાર્યવાહીના પગલે હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. પદયાત્રીઓ નિર્ભયતાપૂર્વક દ્વારકા તરફ આગળ વધી રહ્યા છે અને પોલીસ તંત્ર આવનારા દિવસોમાં પણ સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ ચાલુ રાખશે તેવી માહિતી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationશું અમેરિકા અને ઇઝરાયલે ઓપરેશન સિંદૂરમાંથી શીખ્યા... ઇરાન પર ડોરમેન સ્ટ્રાઇક કરી રહ્યા છે
March 07, 2026 04:02 PMગુરુ રાજા હશે, મંગળ મંત્રી હશે... આ રાશિઓ માટે હિન્દુ નવું વર્ષ ખૂબ જ શુભ રહેશે
March 07, 2026 03:54 PMપત્રકાર હત્યા કેસમાં રામ રહીમને પંજાબ-હરિયાણા હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યો
March 07, 2026 03:47 PMમહિલાઓનું સન્માન કરવું એ છેલ્લા છ વર્ષથી અમારી પરંપરા: આજકાલના ચીફ ઈન એડિટર ચંદ્રેશભાઈ જેઠાણી
March 07, 2026 03:25 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
