દ્વારકા: ખેલ મહાકુંભ : મીઠાપુરની કુરંગા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ

  • October 05, 2026 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: ખેલ મહાકુંભ : મીઠાપુરની કુરંગા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ

મીઠાપુરમાં યોજાયેલી દ્વારકા તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં શ્રી કુરંગા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં નોંધપાત્ર પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું.
​​​​​​​
સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની માણેક રચનાએ ગોળાફેંક સ્પર્ધામાં દ્વિતીય સ્થાન, જ્યારે જોગાણી ભૂમિએ ચક્રફેંકમાં દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું. ઉપરાંત માણેક દર્શિત તથા નારણ પૃથ્વીની બેટરી ટેસ્ટ માટે પસંદગી કરવામાં આવી છે. બંને વિદ્યાર્થીઓ હવે આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કરશે.
​​​​​​​
વિદ્યાર્થીઓની આ સિદ્ધિને પગલે શાળા પરિવાર દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. શાળાના આચાર્યા તન્વીબેન કાસુન્દ્રા તથા સમગ્ર શિક્ષકમંડળે વિજેતા અને પસંદગી પામેલા વિદ્યાર્થીઓને  શુભેચ્છાઓ પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application