જામનગરની સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત-ગુલાબનગરના પ્રમુખ તરીકે ઇસ્માઇલ ખેરાણી બીનહરીફ જાહેર

  • March 02, 2026 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત-ગુલાબનગરના પ્રમુખ તરીકે ઇસ્માઇલ ખેરાણી બીનહરીફ જાહેર

ગુલાબનગર સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત ના પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી, મંત્રી અને કારોબારી સભ્ય ની યાદી જાહેર

હાલ, મુસ્લિમઓનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે, સાલ ૧૯૮૨ થી કાર્યરથ જામનગર ની સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત, ગુલાબનગર ની પ્રમુખ પદ માટે ગત રવિવારે ચૂંટણી આયોજન ઝુબેદા હોલ ખાતે કરવામાં આવેલ હતો. આ ચૂંટણીમાં ઇન્ચાર્જ તરીકે ની જવાબદારી પૂર્વ પ્રમુખ સિરાજ ઇસ્માઇલભાઇ ખીરા ને સોંપવામાં આવી હતી.

જામનગરની સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત- ગુલાબનગર (ટ્રસ્ટ રેજી.નં.બી/૨૬૯) ના પ્રમુખ તરીકે ઇસ્માઇલ ઓસમાણભાઇ ખેરાણી બીનહરીફ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં જમાત ના અગ્રણીઓ અને યુવાનો ઝુબેદા હોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. હાલ, જામનગર ની સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત-ગુલાબનગર ના હેઠળ ગૌસિયા મસ્જીદ, અલીશાહ પીર ની દરગાહ, ઝુબેદા હોલ, ઇમામ ખાન, મદ્રેસા સહિત મિલકત નો સંચાલન પ્રમુખ અને કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવેલ છે. હાલ, નવયુક્ત પ્રમુખ તરીકે ની જવાબદારી ઇસ્માઇલ ઓસામણભાઇ ખેરાણી, ઉપપ્રમુખ તરીકે ફિરોઝખાન યુસુફખાન બ્લોચ,  ખજાનચી તરીકે અલ્તાફ રહેમાનભાઇ સિપાઇ, મંત્રી તરીકે જોયબ યુસુફભાઇ સંધી, સહમંત્રી તરીકે જાહીર અબ્બાસભાઇ દલ, કારોબારી સભ્યો તરીકે ઇરફાન ઇબ્રાહીમ શાહ, અકબર મુસાભાઇ ખીરા, અસગર જુમ્માભાઇ વાઘેર, ફિરોઝ મુસાભાઇ વાંઢા, સરફરાઝ મોહમદ વધેરા અને યુસુફ અબ્બાસ કકલ ને સોંપવામાં આવી છે. તેમ ચૂંટણી ઇન્ચાર્જ એવા સિરાજભાઇ ખીરા ની અખબાર યાદીમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News