જામનગરને સ્વચ્છ બનાવવા મનપા કમિશનરનું મોડી રાત્રે સરપ્રાઈઝ ચેકિંગ, ગંદકી કરનારા વેપારીઓ સામે કાર્યવાહી

  • September 23, 2026 10:13 AM 

જામનગરને સ્વચ્છ બનાવવા મનપા કમિશનરનું મોડી રાત્રે સરપ્રાઈઝ ચેકિંગ, ગંદકી કરનારા વેપારીઓ સામે કાર્યવાહી

જામનગર મનપા કમિશનર દિપેશ કેડિયાએ મોડી રાત્રે શહેરમાં સ્વચ્છતા અંગે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું, પંચેશ્વર ટાવર, બેડીગેટ વિસ્તારમાં કાર્યવાહી

જામનગર શહેરને સ્વચ્છ અને ગંદકી મુક્ત બનાવવા હવે મહાનગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.

ગઈકાલે મોડી રાત્રે મનપા કમિશનર દિપેશ કેડિયા દ્વારા ડીએમસી, એએમસી અને સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

બેડીગેટથી હવાઈ ચોક અને પંચેશ્વર ટાવર સહિતના વિસ્તારોમાં કમિશનરે પગપાળા ફરીને દુકાનદારો અને સ્થાનિકોને જાહેરમાં કચરો ન ફેંકવા અને ગંદકી ન કરવા સૂચના આપી હતી. ગંદકી કરતા લોકો અને વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજે જ મનપાના ઉચ્ચ અધિકારીઓ સાથે પત્રકારોની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરની સ્વચ્છતાને લઈને સૂચનો આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તરત જ કમિશનર દ્વારા આ મુહિમ શરૂ કરવામાં આવી છે.
​​​​​​​
​​​​​​​આ તકે મનપા કમિશનર દિપેશ કેડિયાએ જામનગરની જનતાને અપીલ કરી છે કે, પોતાનો કચરો મનપાની કચરા ગાડીમાં જ નાખે અને શહેરને સ્વચ્છ રાખવામાં તંત્રને સહકાર આપે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application