જામનગર: લાલવાડીમાં પ્રેમસંબંધની શંકામાં યુવાન પર પાઇપથી પ્રહાર
ફ્રેકચર સહિતની ઇજા પહોચાડી : બે શખ્સ વિરુઘ્ધ ફરીયાદ
જામનગરના લાલવાડી વિસ્તારમાં એક યુવાન પર પાઇપ વડે હુમલો કરીને ફ્રેકચર સહિતની ઇજા પહોચાડયાની બે શખ્સ વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે. પ્રેમસબંધની શંકાના આધારે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયુ છે.
જામનગર તાલુકાના મોરકંડા ગામમાં રહેતા મયુર નવઘણભાઇ ઝીંજુવાડીયા (ઉ.વ.૨૪) નામના યુવાને ગત તા. ૨૬ના રોજ લાલવાડીમાં રહેતા ગૌતમ જીતેશ રાઠોડ અને દરેડના જયેશ વિનોદ રાઠોડ નામના શખ્સો વિરુઘ્ધ સીટી-એમાં જુદી જુદી કલમો મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદની વિગત અનુસાર ફરીયાદી મયુરને આરોપી ગૌતમના પત્ની સાથે પ્રેમસબંધ હોય અને ત્યાથી નીકળતા મળીને આવેલ છે એવી શંકા સેવીને વાતચીત કરવા માટે લાલવાડી પાસે તા. ૨૬ના રોજ રોકીને બબાલ કરી હતી ઘરે ગયેલ ત્યારે વાતચીત કરતા હતા એ દરમ્યાન આરોપીએ સહ આરોપીને ફોન કરી બોલાવી બંનેએ સાથે મળી ફરીયાદીને અપશબ્દો કહીને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.
આરોપી ગૌતમે છરી અને પાઇપ સાથે આવી તેમજ જયેશે પાઇપ વડે હુમલો કરી ફરીયાદીને હાથ, પગ અને શરીરના ભાગે માર માર્યો હતો જેમાં હાથમાં ફ્રેકચર અને કોણી તથા ગોઠણ પાસે ટાંકા જેવી ઇજાઓ પહોચી હતી ફરીયાદ અનુસંધાને પીએસઆઇ ગામેતી તપાસ ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
