પોકસો કેસમાં આરોપીને દસ વર્ષની સજા ફટકારતી જામનગર સ્પે.કોર્ટ

  • August 13, 2026 05:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોકસો કેસમાં આરોપીને દસ વર્ષની સજા ફટકારતી જામનગર સ્પે.કોર્ટ

ભોગ બનનારને ૪ લાખ વળતર ચુકવવા હુકમ

જામનગરની પોકસો કોર્ટે એક આરોપીને દસ વર્ષની સજાનો હુકમ કર્યો હતો જયારે ભોગ બનનારને ચાર લાખનું વળતર ચુકવવા કહ્યું છે.

આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી ભોગ બનનાર ઉંમર વર્ષ ૧૬ વાળીને આ કામનો આરોપી રામરૂપ શિવસદન લોધે ઉંમર વર્ષ ૨૩ રહેવાસી મેટોડા વાળાએ ભોગ બનનાર સાથે પરિચય કેળવી ભોગ બનનારને મોબાઇલ ફોનમાં વાતચીત કરી પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી  બદકામ કરવાના ઇરાદે ભોગ બનનારને રાજકોટથી અમદાવાદ લઈ જય ત્યારથી માછા ગામે મોકલી દીધેલ અને ત્યારે રાત્રિના ભોગ બનનાર સાથે જબરજસ્તી કરેલ હોય તે મુજબની ફરિયાદ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૫૧૧, ૧૧૪ તથા ૪ ૮ ૧૨ મુજબનો ગુનો નોંધાયેલ હતો.

 જે કેસ સ્પેશિયલ  પોક્સો  કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે છ જેટલા સાહેદો તથા ૬૨ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરેલ તેમજ સરકાર તરફેની દલીલ ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાન ઠરાવી પોકસો કોર્ટના જજ આર પી મોગેરાએે પોક્સો કલમ ૪ માં ૧૦ વર્ષની સખત કેદની સજા તથા ૧૦૦૦૦ દંડ તેમજ પોકસો કલમ ૮  મા ૩ વર્ષની સખત કેદની સજા તથા ૫૦૦૦ દંડ તથા પોક્સો કલમ ૧૨ માં ત્રણ વર્ષની સખત કેદની સજા તથા ૩૦૦૦ દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા તથા ભોગ બનનારને વળતર પેટે રૂપિયા ચાર લાખ ચૂકવવા તેવું હુકમ કરેલ છે આ કેસમાં સરકારી વકીલ ભારતી વાદી રોકાયેલા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application