જામનગર : શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને ‘આંગણ મિલન સેવા' કાર્યક્રમ યોજાયો
મંત્રી દ્વારા આંગણવાડી કાર્યકરોનું સન્માન અને બાળકોને પૌષ્ટિક આહારનું વિતરણ કરાયું
'વિકસિત ભારત' તથા 'જન સેવા અભિયાન' અંતર્ગત શહેરની રામનગર અને સમ્રાટ અશોક આંગણવાડી ખાતે રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને ‘આંગણ મિલન સેવા કાર્યક્રમ’ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરોને પ્રમાણપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભૂલકાંઓને 'માતૃશક્તિ-અન્નપૂર્ણા શક્તિ' પોષણ કિતમાંથી તૈયાર કરાયેલી પૌષ્ટિક વાનગીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ આંગણવાડી ખાતે બાળકોના સર્વાંગી વિકાસ માટે તૈયાર કરવામાં આવેલી વિશેષ 'વિકાસ કીટ પ્રદર્શની'નું પણ નિરીક્ષણ કરી સરાહના કરી હતી.
કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતાં શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, "રાજ્ય સરકાર દેશમાંથી કુપોષણ નાબૂદ કરવા માટે મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. આંગણવાડી મારફતે ઉપલબ્ધ કરાવાતા વિવિધ પૌષ્ટિક આહારનો લાભ વાલીઓએ સ્વયં તથા પોતાના બાળકોને અચૂક અપાવવો જોઈએ. જો આપણી આસપાસ કોઈ કુપોષિત બાળક ધ્યાને આવે તો તેને પણ આંગણવાડીની આ યોજનાઓ સાથે જોડવું જોઈએ. સૌના સહિયારા પ્રયાસોથી જ આપણે 'કુપોષણ મુક્ત ભારત'નું સ્વપ્ન સાકાર કરી શકીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
