જામનગરમાં ડેન્ગ્યુનો ડંખ, ૩૦ દી’ માં ૮ કેસ
જોખમ:શહેરીજનો સાવધાની નહીં રાખો તો રોગચાળાની ઝપટમાં આવી જશો
શહેરમાં રોગચાળો વકરતા મનપાની સ્વચ્છતા ઝુંબેશ સામે ગંભીર પ્રશ્ર્નાર્થ
જામનગરમાં મચ્છરજન્ય રોગચાળો વકરતા લોકોમાં ભય સાથે ચિંતાની લાગણી ફેલાઇ છે. કારણ કે, એક મહીનામાં શહેરમાં ડેન્ગ્યુના ૮ કેસ મનપાના ચોપડે નોંધાયા છે. આથી રોગચાળાથી બચવા શહેરીજનોએ ખાસ તકેદારી અને સાવધાની રાખવી જરૂરી બની છે. બીજી બાજુ શહેરમાં મચ્છર અને વાહકજન્ય રોગચાળો વકરતા મહાપાલીકા દ્વારા ચાલી રહેલી સ્વચ્છતા ઝુંબેશ સામે ગંભીર પ્રશ્ર્નાર્થ સર્જાયા છે.
જામનગરમાં મચ્છર અને વાહકજન્ય રોગના કેસમાં વધારો નોંધાયો છે. બપોરે ગરમી અને રાત્રીના ઠંડા પવનના કારણે મિશ્ર ઋતુથી તાવ, શરદી, ઉધરસના કેસ ઘેર ઘેર જોવા મળી રહ્યા છે. બીજી બાજુ શહેરમાં મચ્છરોનો ઉપદ્વવ વધતા મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. કારણ કે, શહેરમાં સપ્ટેમ્બર મહીનામાં એટલે કે, ૩૦ દીવસમાં ડેન્ગ્યુના ૮ કેસ મહાનગરપાલીકાના ચોપડે નોંધાયા છે. જયારે જી.જી.હોસ્૫િટલમાં પણ ત્રણથી વધુ કેસ નોંધાયાનું સૂત્રોએ જણાવ્યું છે. આમ, ડેન્ગ્યુના કેસનું વધતું પ્રમાણ ભારે ચિંતાનો વિષય બન્યું છે. મચ્છરજન્ય રોગથી બચવા ઘર તથા આજુબાજુ પાણી ન ભરાઇ રહે, પાણીના પાત્રો સપ્તાહમાં એક વખત ખાલી કરવા સહીતની સુફીયાણી સલાહ મહાનગરપાલીકા દ્વારા શહેરીજનોને આપવામાં આવી રહી છે. આટલું જ નહીં મનપા દ્વારા ડોર ટુ ડોર સર્વે કરી જે મચ્છરોના પોરા નાશ કરવા સહીતની આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. આમ છતાં ડેન્ગ્યુનો રોગચાળો વકરતા કેસમાં વધારો નોંધાયો છે.
અત્રે નોંધનીય છે કે, મહાનગરપાલીકા દ્વારા શહેરને ગાર્બેજ ફ્રી સીટી બનાવવા સફાઇ અને સ્વચ્છતાની ખાસ ઝુંબેશ ચાલી રહી છે. પરંતુ મચ્છરજન્ય રોગચાળો વકરતા આ ઝુંબેશ સામે ગંભીર પ્રશ્ર્નાર્થ સર્જાયા છે. કારણ કે, એક હકીકત એ પણ છે કે, ખુદ મહાનગરપાલીકાના પટાંગણમાં ભંગારનો ખડકલો છે. જે મચ્છરોના ઉત્પતિ સ્થાન સમાન છે. આમ છતાં આ ભંગારનો નિકાલ કરવામાં આવતો નથી. બીજી બાજુ મચ્છરોનો ઉપદ્વવ ટાળવા શહેરીજનોએ અગાસી કે ધાબા પર બીનજરૂરી ટાયરો કે ભંગાર ન રાખવા મનપા દ્વારા વારંવાર અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
