જિયો અને કેન્વાએ દરેક ભારતીયના હાથમાં એઆઇ ક્રિએટિવિટીની તાકાત આપવા માટે હાથ મિલાવ્યા
વિદ્યાર્થીઓ, ક્રિએટર્સ, પ્રોફેશનલ્સ, એન્ટરપ્રેન્યોર અને સ્મોલ બિઝનેસિસ માટે નિર્મિત - દરેક ઘરમાં, દરેક ભારતીય ભાષામાં ઉપલબ્ધ:
જિયો યુઝર્સને રૂ. ૪,૦૦૦ સુધીની કિંમતનું ૧૨ મહિના સુધીનું કેન્વા પ્રો અથવા કેન્વા પ્રો લાઈટ બિલકુલ મફત મળશે: કેન્વા હિન્દી અને ભારતીય ભાષાઓમાં લાખો પ્રીમિયમ ટેમ્પ્લેટ્સ તેમજ એઆઈ-સંચાલિત ડિઝાઇન ટૂલ્સ આપે છે: માય જિયો એપ પર માત્ર થોડા જ ટેપમાં ક્લેમ કરો - કોઈ વધારાનો ખર્ચ નહીં, કોઈ છુપા ચાર્જિસ નહીં
જિયો અને કેન્વાએ આજે ભારતભરના લાખો જિયો વપરાશકર્તાઓ માટે કેન્વાના વિશ્વના અગ્રણી વિઝ્યુઅલ કમ્યુનિકેશન પ્લેટફોર્મને લાવવા માટે એક વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે, જે દરેક માટે સર્જનાત્મકતા અને તકને સુલભ બનાવવાના સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારી રહી છે.
આ ભાગીદારી તેના મૂળમાં મોટા પાયે ડિઝાઇનને દરેક સુધી પહોંચે તેવી બનાવવા માટે જિયોની અજોડ ડિજિટલ પહોંચને કેન્વાની એઆઇ-સંચાલિત સર્જનાત્મકતા સાથે જોડે છે, જેનાથી નાના શહેરના વિદ્યાર્થી હોય કે વ્યવસાય ચલાવતા ઉદ્યોગસાહસિક હોય, કોઈપણ માટે વ્યાવસાયિક ગુણવત્તાવાળી સામગ્રી બનાવવાનું સરળ બને છે. સાથે મળીને જિયો અને કેન્વા લાખો વધુ ભારતીયોના હાથમાં સર્જન કરવાની શક્તિ આપી રહ્યા છે.
ફાયદા:
૧૨ મહિના માટે પ્રીમિયમ કેન્વા, એકદમ મફત
૧૨ મહિના માટે મફત: પાત્રતા ધરાવતા જિયો ગ્રાહકો કોઈપણ વધારાના ખર્ચ વગર કેન્વાના પ્રીમિયમ ક્રિએટિવ ટૂલ્સ મેળવે છે.
તમારું જિયો રિચાર્જ કેન્વાનો એક્સેસ નક્કી કરે છે: છ૩૯૯ના પ્લાનમાં કેન્વા પ્રો મળે છે. ા. ૩૪૯ ના અને ા. ૩૪૯થી ઉપરના તમામ ૨જીબી/દિવસના પ્લાનમાં કેન્વા પ્રો લાઇટ મળે છે.
સેક્નડોમાં ક્લેમ કરો
માય જિયો એપ ખોલો - ઓફર પર ટેપ કરો - ડિઝાઇન કરવાનું શરૂ કરો, કોઈ છૂપા ચાર્જિસ નથી.
સર્જનાત્મકતા એ ભારતની સૌથી મોટી તાકાતોમાંની એક છે. કેન્વા દ્વારા અમે લાખો ભારતીયોના હાથમાં વિશ્વ સ્તરીય, એઆઇ સંચાલિત ડિઝાઇન ટૂલ્સ મૂકી રહ્યા છીએ - જે મફત છે અને માયજિયો પર માત્ર એક ક્લિક દૂર છે - જેથી દરેક વિદ્યાર્થી, સર્જક, ઉદ્યોગસાહસિક અને નાનો વ્યવસાય ડિજિટલ ફર્સ્ટ ભારતમાં, તેમને જે ભાષામાં સૌથી વધુ અનુકૂળ હોય તેમાં સર્જન કરી શકે, શીખી શકે, આગળ વધી શકે અને કમાણી કરી શકે. તેમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડના અધ્યક્ષ કિરણ થોમસે જણાવ્યું હતું.
ભારત કેન્વાના સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનું એક છે અને અહીં અમે જે ગતિથી થતી પ્રગતિ જોઈ રહ્યા છીએ તે અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતાના વિચારોને સાકાર કરનારા સ્થાનિક વ્યવસાયો, સર્જકો અને શિક્ષકોની સર્જનાત્મકતા અને મહત્વાકાંક્ષાને દર્શાવે છે. જિયો સાથેની ભાગીદારી એ ભારતમાં અમારી સફરનો એક રોમાંચક નવો અધ્યાય છે, જે દેશભરના લાખો વધુ લોકો સુધી કેન્વાની તાકાતને પહોંચાડવામાં અને કોઈપણ વ્યક્તિને સર્જન કરવા, વાતચીત કરવા અને તેમના વિચારોને સાકાર કરવા માટે તેમને સશક્ત બનાવવામાં મદદ કરે છે. તેમ કેનવાના સહ-સ્થાપક અને સીઓઓ ક્લિફ ઓબ્રેક્ટે જણાવ્યું હતું.
પ્રોની જેમ ક્રિએટ કરો
ડિઝાઇનના અનુભવની કોઈ જરૂર નથી
વિચાર કરવાથી લઈને ગણતરીની મિનિટોમાં તૈયાર: તમારા ફોન પરથી જ સ્કૂલ પ્રોજેક્ટ્સ, સોશિયલ પોસ્ટ્સ, પ્રેઝન્ટેશન્સ, માર્કેટિંગ સામગ્રી, તહેવારોની શુભેચ્છાઓ અને ઘણું બધું બનાવો.
તમારી પસંદગીની ભાષામાં બનાવો: હિન્દી અને અનેક ભારતીય ભાષાઓથી સજ્જ, કેન્વા આત્મવિશ્વાસ સાથે સર્જન કરવાનું સરળ બનાવે છે.
સર્જનાત્મકતા, એઆઇ દ્વારા સંચાલિત: ઉપયોગ માટે તૈયાર ટેમ્પ્લેટ્સથી લઈને સ્માર્ટ એડિટિંગ અને વન ટેપ ટૂલ્સ સુધી, જરાય સમય બગાડ્યા વિના ફર્સ્ટ ડ્રાફ્ટથી અંતિમ ડિઝાઇન સુધી પહોંચો.
ઓફરની ઉપલબ્ધતા:
તા. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬થી તમામ ચેનલો પર પાત્રતા ધરાવતા પ્લાન સાથે રિચાર્જ કરનાર યુઝર્સ માટે ૧૨ મહિનાની કેન્વા ઓફર લાઈવ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
