જામનગર શહેર અને દ્વારકા જિલ્લામાં મેઘાએ લીધો વિરામ
નવાગામ કાલાવડમાં ૧ ઇંચ: જિલ્લામાં છૂટા છવાયો વરસાદ વચ્ચે તાપમાન ૨૭ ડીગ્રી
હાલારમાં સોમવારની રાત્રીએ વરસાદ પડયા બાદ જામનગર શહેરને બાદ કરતા જિલ્લાનાં ગ્રામ્ય પંથકોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી હોવા છતાં જામનગર શહેર અને દ્વારકા જિલ્લામાં વરસાદ મન મુકીને નથી વરસી રહ્યો.
કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર મહતમ તાપમાન ૨૭ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૪.૩, ભેજનું પ્રમાણ ૯૩ ટકા, અને પવનની ગતિ ૧૫ થી ૨૦ પ્રતિ કિ.મી. રહેવા પામી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં અપૂરતા વરસાદને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે ભાદરવાના પ્રારંભે જ વરસાદે જાણે લાજ રાખી લીધી હોય તેમ સરેરાશ છ ટકા જેટલો વરસાદ વરસતા પાક અને પાણીનુ ચિત્ર બદલાયુ છે.
સમગ્ર સૌરાષ્ટ્રની સાથે જામનગર જિલ્લામાં ૮.૫૬ ટકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩.૫૩ ટકા છેલ્લા બે દિવસમાં નોંધાયો છે. આજ સવારથી જ જામનગર શહેરમાં વાદળાઓ વચ્ચે સુર્યનારાયણના દર્શન થયા છે. દ્વારકામાં પણ વાદળાઓ ઘેરાયેલા હોવા છતાં વરસાદે વિરામ લીધો હોય તેવુ જણાઇ આવે છે.
ગત વર્ષે જામનગર જિલ્લામાં ૮૯.૦૯ ટકા વરસાદ નોંધાયો હતો જયારે ૨૦૨૬માં ૩૯.૨૭ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં ૪૯.૮૨ ટકાની ખાદ્ય રહેવા પામી છે. જયારે દ્વારકા જિલ્લાની વાત કરીએ તો ગત વર્ષે ૯૬.૨૫ ટકા વરસાદ નોંધાયો હતો જયારે આ વર્ષે ફકત ૧૦.૫૪ ટકા વરસાદ નોંધાયો છે. એટલે દ્વારકા જિલ્લામાં ૮૫.૭૧ ટકાની ખાદ્ય રહેવા પામી છે.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન નવાગામ, મોટા પાંચદેવડા, સમાણા, પરડવા, મોટા ખડબા, મોડપર, લૈયારા, નિકાવા, ખરેડી, અને જામવંથલી સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે જયારે જામનગર શહેરમાં અને દ્વારકામાં મેઘાએ વિરામ લીધો છે. આજથી ૨૦ સપ્ટે. દરમ્યાન ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
દ્વારકા જિલ્લાનાં ઓખા મંડળ તથા ખંભાળીયામાં ગઇકાલે એક એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે કલ્યાણપુર અને ભાણવડમાં ઝાપટા પડયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
