ખંભાળિયાના તુલસી પાર્કમાં ભર બપોરે ૨.૮૬ લાખના આભૂષણોની ચોરી
મહિલા પરિચિતને ત્યાં જમવા ગયા અને પાછળથી તસ્કરો ત્રાટકયા
ખંભાળિયામાં તુલસી પાર્ક વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ભર બપોરના સમયે તસ્કરોએ ખાતર પાડી, અહીંથી ૨.૮૬ લાખના સોનાના દાગીનાની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં રેલવે સ્ટેશન પાછળના ભાગે તુલસી પાર્ક - ૨ ખાતે રહેતા બે સંતાનો અને સાસુ-સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા નિરાલીબેન જગદીશભાઈ બાલુભાઈ જોશી નામના ૨૫ વર્ષના મહિલા મંગળવાર તા. ૨૯ ના રોજ તેમના એક પરિચિતના ઘરે જમવા ગયા હતા, જ્યાંથી બપોરે આશરે ૧:૪૫ વાગ્યાના સમયે પરત આવીને જોતા તેમના મકાનમાં ચોરી થયાનું ખુલવા પામ્યું હતું. તેમના ગયા પાછળથી આ બંધ મકાનની ડેલી તથા દરવાજાનું તાળું તોડી, તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો.
આ મકાનમાં રહેલા રૂમમાં કબાટના લોકરનું તાળું તોડી, અહીંથી તસ્કરોએ સોનાના આશરે બે તોલા સોનાના કંગન, સોનાના પેન્ડલ વાળો ચેઈન, એક જોડી સોનાના ઝુમ્મર તેમજ સોનાની પાંચ નંગ વીટી વિગેરે ચોરી કરીને લઈ ગયા હતા.
આ પ્રકરણમાં કુલ રૂપિયા ૨,૮૫,૮૨૮ ની કિંમતના સોનાના દાગીનાની ચોરી થયાનું જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે નિરાલીબેન જોશીની ફરિયાદ પરથી તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ બનતા અહીંના એ.એસ.પી. પ્રખરકુમાર તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આગળની તપાસ અહીંના પી.આઈ. સી.આર. રાણા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
