જામનગર: રામપરના પાટીયા પાસે ટ્રાન્સપોર્ટના કેમ્પસમાંથી વાયર-બેટરીની ચોરી

  • September 18, 2026 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: રામપરના પાટીયા પાસે ટ્રાન્સપોર્ટના કેમ્પસમાંથી વાયર-બેટરીની ચોરી

પાંચ દિવસ પુર્વે તસ્કરો ત્રાટકયા : ૬૯ હજારનો સામાન લઇ ગયા

જામનગર નજીક રામપરના પાટીયા પાસે આવેલ મોમાઇ ટ્રાન્સપોર્ટના કેમ્પસમાં રાત્રીના સુમારે દિવાલ કુદીને ત્રાટકેલા શખ્સો અંદરથી ૬૯ હજારની કિંમતના વાયર બેટરી જેવો મુદામાલ ચોરી કરી ગયા છે, ફરીયાદ અનુસંધાને તપાસ ચલાવવામાં આવી રહી છે.

રામપર પાટીયે આવેલા શ્રી મોમાઇ ટ્રાન્સપોર્ટમાં ગત તા. ૧૪ના સમય દરમ્યાન રાત્રીના કોઇપણ કાળે અજાણ્યા શખ્સોએ ટ્રાન્સપોર્ટની દિવાલ કુદીને કેમ્પસની અંદર ગેરકાયદે પ્રવેશ કર્યો હતો અને કેમ્પસમાં રહેલા ટ્રકની ઇસીએમ ઇલેકટ્રીક વાયરની એક લુમ તથા ટ્રકની મેઇન ઇસીએમ વાયર એક લુમ તેમજ ઇન્વેટર્રની એક બેટરી મળી કુલ ૬૯ હજારની ચોરી કરી ગયા હતા.
​​​​​​​
આ અંગે નુરી પાર્ક ખાતે રહેતા મેનેજર અસફાક અબા મોહમદભાઇ દ્વારા પંચકોશી-એમાં અજાણ્યા શખ્સો વિરુઘ્ધ ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application