મીઠાપુર: ટાટા કંપનીના ઓખામઢી સોલ્ટ વર્કસના બોરવેલમાંથી થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલાયો
તસ્કર ટોળકીને રૂ.૧.૭૦ લાખના મુદામાલ સાથે પકડી પાડતી દ્વારકા એલસીબી
દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાટા કંપનીના ઓખામઢી સોલ્ટ વર્કસમાં આવેલ બોલવેલના પાવર સર્વિસ કેબલ આશરે ચાલીસ મીટર જેની કિંમતી રૂ.૪૦૦૦ તથા અર્થીંગ કોપર વાયર આશરે ૬૦ કિલો જેની કિંમત રૂ.૭૨૦૦૦ મળી કુલ રૂ. ૭૬૦૦૦ના મતાની ચોરી બાબતે દ્વારકા પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(ર) મુજબનો ગુનો નોંધ્યો હતો.
આ પ્રકારના વણશોધાયેલા વાયર ચોરીઓ સહિત અન્ય ગુનાઓ શોધી કાઢવા સબબે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરિક્ષક નિર્લિપ્તરાય તથા દ્વારકા પોલીસ અધિક્ષક ભરતસિંહ વાળા દ્વારા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એન.એચ. જોશીને સુચના આપેલ જે આધારે પીએસઆઇ બી.એમ. દેવમુરારીની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.આર.સવસેટા, એલસીબી ટીમ સાથે આ પ્રકારના મિલકત વિરૂદ્ધના ગુનાઓ શોધી કાઢવા સબબ ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સથી કાર્યરત હતા.
પીએસઆઇ એમ.આર. સવસેટાઓ એલસીબી ટીમ સાથે દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સબબે પેટ્રોલીંગ દરમ્યાન એએસઆઇ કુલદીપસિંહ જાડેજા તથા હેડ કોન્સ. પીઠાભાઇ ગોજીયા તથા કોન્સ. જયપાલસિંહ જાડેજાને હ્યુમન સોર્સીંગથી ટેકનીકલ લેવલથી મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે જુની ધ્રેવાડ ગામના પાટીયા પાસે પાંચ ઇસમોને ચોરીમાં ગયેલ વાયર સાથે પીએસઆઇ એમ.આર. સવસેટાએ પકડી પાડેલ તમામ વિદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી અર્થે દ્વારકા પોલીસ ખાતે સોંપવા તજવીજ કરેલ છે.
આ દરોડામાં રાહુલ જાલુભા જામ, અનિલભા હરિયાભા જામ, અર્જુનભા ઉર્ફે અજુ આલાભા સુમણીયા, ઓધાભા ઉર્ફે આલાભા કાનાભા માણેક તેમજ ભરત અભુભા સુમણીયાને સર્વિસ કેબલ ચાલીસ મીટર (રૂ.૪૦૦૦), કોપર વાયર ૬૦ કિલો (૭૮ હજાર), લોખંડની તણી (૧૦૦ રૂ.), કટર નંગ એક કિં. ૧૦૦, મોટર સાયકલ નંગ ર કિંમત રૂ. ચાલીસ હજાર, બજાજ કંપનીની રીક્ષા (૩૫૦૦૦) તેમજ ત્રણ મોબાઇલ કિંમત રૂ. ૧૩૦૦૦ અને ૭૦૦ રૂ. રોકડ સહિત કુલ ૧,૭૦,૯૦૦ ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
