દ્વારકામાં વકી​​​​​​​લના રહેણાંક મકાનમાંથી ૪.૧૫ લાખની ચોરી

  • October 07, 2026 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં વકીલના રહેણાંક મકાનમાંથી ૪.૧૫ લાખની ચોરી

​​​​​​​​​​​​​​​​​​​​​તસ્કરો તાળુ તોડી ડ્રોવરમાંથી દાગીના અને રોકડ લઇ ગયા : પોલીસ દ્વારા કરાતી તપાસ

દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતા વકિલના મકાનમાંથી રોકડ અને દાગીના મળી ૪.૧૫ લાખના મુદામાલની ચોરી થયાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે.

દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા સુનિલભાઈ અનંતરાય વલ્લભદાસ જોશી નામના ૪૨ વર્ષના બ્રાહ્મણ યુવાનના મકાનમાં ગત તા. ૨ ના રોજ રાત્રિના સમયે તસ્કરો પ્રવેશ્યા હતા. આ મકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, મેઈન દરવાજાનું તાળું તોડી, તસ્કરોએ રૂમમાં રહેલા ડ્રોવરમાંથી રૂ. ૧૫ હજારની રોકડ રકમ તેમજ સોનાના બે પાટલા, સોનાની બે બંગડી, એક ચેન, એક મંગલસૂત્ર, એક વીટી વિગેરે મુદ્દામાલની ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.

ચાર લાખની કિંમતના સોનાના દાગીના સહિત કુલ રૂપિયા ૪.૧૫ લાખના મુદ્દામાલની ચોરી થવા સબબ દ્વારકા પોલીસે સુનિલભાઈ જોશીની ફરિયાદ પરથી વિધિવત રીતે ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સાગર રાઠોડના વડપણ હેઠળ પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application