જામનગરમાં ગણેશ વિસર્જનનો ત્રીજો દિવસ : બંને કુંડમાં એક જ દિવસમાં ૩૨૮ મૂર્તિઓનું વિસર્જન
ખંભાળિયા બાયપાસના કુંડમાં ૨૭૪ અને સરદાર રિવેરા કુંડમાં ૫૪ મૂર્તિઓની વિદાય : ત્રણ દિવસમાં બંને કુંડમાં કુલ ૩૯૬ ગણેશ મૂર્તિઓનું વિસર્જન
જામનગર શહેરમાં ગણેશ મહોત્સવ અંતર્ગત ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા બંને વિસર્જન કુંડ ખાતે ગણેશજીની વિદાયનો ક્રમ યથાવત્ રહ્યો છે. તા. ૧૬ સપ્ટેમ્બરના ત્રીજા દિવસે શહેરના બંને વિસર્જન કુંડ ખાતે એક જ દિવસમાં કુલ ૩૨૮ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સાથે ગણેશ વિસર્જનના ત્રણ દિવસમાં બંને કુંડ ખાતે મળીને કુલ ૩૯૬ ગણેશ મૂર્તિઓનું વિસર્જન પૂર્ણ થયું છે.
ગણેશ ભક્તો દ્વારા પોતાના ઘેર તેમજ વિવિધ સ્થળોએ સ્થાપિત કરવામાં આવેલી ગણેશજીની મૂર્તિઓને વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત બંને કુંડ ખાતે લાવવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા મૂર્તિઓના વિસર્જનની પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી રહી છે.
ખંભાળિયા બાયપાસ કુંડમાં ત્રીજા દિવસે ૨૭૪ મૂર્તિઓનું વિસર્જન:
ત્રીજા દિવસે ખંભાળિયા બાયપાસ ખાતે બનાવવામાં આવેલા વિસર્જન કુંડમાં સૌથી વધુ ૨૭૪ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સાથે આ કુંડમાં અત્યાર સુધીમાં કુલ ૩૨૫ ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું છે. અગાઉ બીજા દિવસે આ કુંડમાં ૫૧ મૂર્તિઓનું વિસર્જન થયું હતું.
સરદાર રિવેરા કુંડમાં ત્રીજા દિવસે ૫૪ મૂર્તિઓની વિદાય:
સરદાર રિવેરા નજીકના વિસર્જન કુંડમાં ત્રીજા દિવસે કુલ ૫૪ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અગાઉ બીજા દિવસે આ કુંડમાં ૧૭ મૂર્તિઓનું વિસર્જન થયું હતું. આ સાથે સરદાર રિવેરા કુંડમાં અત્યાર સુધીમાં કુલ ૭૧ ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું છે.
ત્રણ દિવસમાં બંને કુંડમાં કુલ ૩૯૬ મૂર્તિઓનું વિસર્જન:
મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા વિસર્જન અહેવાલ મુજબ, તા. ૧૫ સપ્ટેમ્બરના બીજા દિવસે બંને કુંડમાં કુલ ૬૮ મૂર્તિઓનું વિસર્જન થયું હતું, જ્યારે તા. ૧૬ સપ્ટેમ્બરના ત્રીજા દિવસે એક જ દિવસમાં ૩૨૮ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયા બાયપાસ કુંડમાં ૨૭૪ તથા સરદાર રિવેરા કુંડમાં ૫૪ મૂર્તિઓનો સમાવેશ થાય છે.
આમ, ખંભાળિયા બાયપાસ કુંડમાં અત્યાર સુધીમાં કુલ ૩૨૫ અને સરદાર રિવેરા કુંડમાં કુલ ૭૧ મળી બંને વિસર્જન કુંડમાં ત્રણ દિવસમાં કુલ ૩૯૬ ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું છે.
પર્યાવરણની જાળવણી સાથે ગણેશજીની વિદાયની પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નિર્ધારિત કરવામાં આવેલા બંને વિસર્જન કુંડનો ગણેશ ભક્તો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
