જામખંભાળિયાના વોર્ડ નં-૨માં પીવાના પાણીના મુદ્દે મહિલાઓ રણચંડી બની
પાલિકા કચેરીએ ચીફ ઓફિસરનો ઘેરાવ, ઉગ્ર આંદોલનની ચીમકી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર-૨માં આવેલા યોગેશ્વર નગર વિસ્તારમાં બોર આધારિત પાણીના સ્ત્રોત સુકાઈ જતાં વિકટ જળસંકટ ઊભું થયું છે. આ વિસ્તારમાં ૧૦થી ૧૨ દિવસે પણ પૂરતું પાણી ન મળતું હોવાના ગંભીર આક્ષેપો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે ધસી ગઈ હતી અને ચીફ ઓફિસરનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી હતી.
સ્થાનિક મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા અઠવાડિયામાં માત્ર એક જ વાર ટેન્કર મોકલવામાં આવે છે, જેના કારણે તમામ ઘરો સુધી પૂરતું પાણી પહોંચી શકતું નથી. આથી ટેન્કર આધારિત વ્યવસ્થા બંધ કરી પાઈપલાઈન મારફતે કાયમી અને નિયમિત ધોરણે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
મહિલાઓના આક્રમક વલણ બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. પાલિકા દ્વારા આગામી બુધવારથી વિસ્તારમાં એકાંતરે પાણી વિતરણ શરૂ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક ઘર સુધી સમાન રીતે પાણી પહોંચી શકે તે માટે ખાસ કર્મચારીની નિમણૂંક કરવાની ખાતરી આપવામાં આવી છે તેમજ તાત્કાલિક રાહત માટે ટેન્કર સહિતની વૈકલ્પિક વ્યવસ્થાની બાંહેધરી અપાઈ છે. સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
