ન્યારા રીફાઇનરી, સિકકા પોર્ટને બોમ્બથી ઉડાવવા, જામનગર સુધી ડ્રોન હુમલાની ધમકી

  • September 15, 2026 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ન્યારા રીફાઇનરી, સિકકા પોર્ટને બોમ્બથી ઉડાવવા, જામનગર સુધી ડ્રોન હુમલાની ધમકી


ખાલિસ્તાની ગ્રુપના નામે રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇ-મેઇલ મળ્યો છે જે પત્રમાં વાડીનાર પોર્ટથી ન્યારા રિફાઇનરી અને સિક્કા પોર્ટથી જામનગર સુધી ડ્રોન હુમલાની પણ ધમકી આપવામાં આવી છે જેના પગલે આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટુકડીઓ દ્વારા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.

સુત્રોમાંથી જાણવા મળેલી વિગત અનુસાર, ખાલિસ્તાની ગ્રુપના નામે રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇમેઇલ આજે સવારે ૧૦ વાગ્યની આસપાસ મળ્યો છે. કોર્ટ ઉપરાંત વાડીનાર પોર્ટથી ન્યારા રિફાઇનરી અને સિક્કા પોર્ટથી જામનગર સુધી ડ્રોન હુમલાની પણ ધમકી અપાઈ છે. આ મેઇલ રાજકોટ કોર્ટના ઓફિસિયલ ઈ-મેઈલ એડ્રેસ ઉપરાંત રાજકોટ બાર એસો.ના ઈ-મેઈલ એડ્રેસ ઉપર પણ મળ્યો છે.

રાજકોટ બાર એસો. પ્રમુખે કોર્ટ અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. કોર્ટ અધિકારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. મેઈલમાં કેનેડાના ખાલિસ્તાની નેતાઓ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (બી.કે.આઈ.) સંગઠનના નેતાઓના નામ પણ લખાયા છે. રાજકોટ કોર્ટને ઉડાવી દેવાના ધમકીભર્યા ઇ-મેઇલમાં ન્યારા રીફાઇનરી અને સિકકા પોર્ટથી જામનગર સુધી ડ્રોન હુમલાની પણ ધમકી આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવતા આ મામલે લગત વિભાગ દ્વારા તપાસ આદરવામાં આવી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application