જામનગર પંથકમાં દારૂની નાની-મોટી બોટલો સાથે ત્રણ ઝબ્બે

  • October 06, 2026 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પંથકમાં દારૂની નાની-મોટી બોટલો સાથે ત્રણ ઝબ્બે

પવનચકકી, તારાણા અને જામજોધપુરમાં દરોડા : એક શખ્સ ફરાર 

જામનગરના પવનચકકી સર્કલ, તારાણા ડેમ નજીક અને જામજોધપુરમાં વિદેશી દારૂ અંગે સ્થાનીક પોલીસ દ્વારા દરોડા પાડીને ૩ શખ્સોને શરાબની નાની મોટી બોટલો અને બાઇક સાથે પકડી લીધા હતા, એકનું નામ ખુલ્યુ હતું, શહેર જીલ્લામાં શરાબની હેરાફેરી કરનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જામનગરના મેહુલનગર ૮૦ ફુટ રોડ ભાડાના મકાનમાં રહેતા કલ્પેશ કાન્તી જાદવ નામના વેપારી શખ્સને ઇંગ્લીશ દારૂની એક બોટલ સાથે પવનચકકી સર્કલ, ન્યુ જેલ રોડ પરથી સીટી-એ પોલીસે પકડી લીધો હતો. 

અન્ય દરોડામાં જોડીયાના તારાણા ગામ બોરીચા વાસમાં રહેતા અજય નાગાજણ વાંકને વિદેશી દારૂની ૫ બોટલ, મોટરસાયકલ, ૧ મોબાઇલ મળી ૨૨૫૦૦ના મુદામાલ સાથે તારાણા ડેમની પાળ ઉતરતા રસ્તેથી પકડી લીધો હતો. જેમાં દારૂ આપનાર તારાણા ગામના વિજય ઉર્ફે વિજલો વાંકનું નામ ખુલ્યુ હતું.

આ ઉપરાંત જામજોધપુરના બોચવણી નેસ ખાતે રહેતા નાગા બાલુ સાંબળાને સ્થાનીક પોલીસે અંગ્રેજી દારૂના ૧૬ ચપટા સાથે પકડી લીધો હતો અને દારૂ કયાંથી લાવ્યો એ બાબતે પુછપરછ કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application