જામનગર શહેરમાં શરાબના ચપલાઓ સાથે ત્રણ શખ્સ ઝબ્બે

  • June 08, 2026 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં શરાબના ચપલાઓ સાથે ત્રણ શખ્સ ઝબ્બે

એકનું નામ ખુલ્યુ: બાઇક અને દારૂ જપ્ત: લાલવાડી નવા આવાસ અને વાલ્કેશ્ર્વરી રોડ પર દરોડા

જામનગરના વાલ્કેશ્ર્વરી રોડ પર બાઇકમાં શરાબની હેરાફેરી કરતા બે શખ્સોને પકડી લેવાયા હતા તેની પાસેથી ૧૦ ચપલા મળી આવતા મુદામાલ કબ્જે કર્યો હતો, તપાસ દરમ્યાન એક શખ્સની સંડોવણી ખુલી હતી ઉપરાંત લાલવાડી નવા આવાસની લોબીમાંથી એક શખ્સને દારૂના બે ચપલા સાથે દબોચી લીધો હતો.

જામનગરના બેડેશ્ર્વર પાણાખાણ વિસ્તારમાં રહેતા આમીન ઇસ્માઇ જેડા અને બેડી મસ્જીદ રોડ પર રહેતા ફૈઝાન જીલાની જેડા નામના બે શખ્સોને હિરો હન્ક નં. જીજે૧૦સીએમ-૧૮૪૦ની વચ્ચેની સીટ ઉપર બાચકામાં વિદેશી દારૂના ૧૦ ચપલા લઇને હેરાફેરી કરતા વાલ્કેશ્ર્વરી રોડ પરથી સીટી-બી પોલીસે પકડી લીધા હતા, ૨૫ હજારની કિંમતનું બાઇક અને ૨ હજારની કિંમતનો દારૂ જપ્ત કર્યો હતો, તપાસ દરમ્યાન શંકરટેકરીમાં રહેતા લાલો ભાનુશાળીની સંડોવણી ખુલી હતી જેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. 

આ ઉપરાંત મુળ સિકકા કારાભુંગા વિસ્તારના રામનગરના હાલ લાલવાડી નવા આવાસમાં રહેતા કાંતીલાલ નજાભાઇ વાજા નામના શખ્સને ઇંગ્લીશ દારૂના બે ચપટા સાથે લાલવાડી નવા આવાસ બ્લોક-જીની લોબીમાંથી પકડી લીધો હતો. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application