જામનગર જિલ્લામાં ત્રણ યુવતીઓ ભેદી રીતે ગુમ

  • June 11, 2026 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં ત્રણ યુવતીઓ ભેદી રીતે ગુમ

ગુલાબનગર, ધ્રોલ અને મેઘપર પોલીસ દ્વારા કરાતી તપાસ 

જામનગર જિલ્લામાં અલગ-અલગ પોલીસ મથક વિસ્તારોમાંથી ત્રણ યુવતીઓ ગુમ થયાના બનાવો પોલીસ દફતરે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શહેરના સીટી-બી ડીવીઝનના ગુલાબનગર, ધ્રોલના ખારવા રોડ અને મેઘપરના ડેરાશિકારી ગામ વિસ્તારની યુવતિઓ ગુમ થતા આ મામલે લગત પોલીસ સ્ટેશન દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલી વિગત મુજબ ગુલાબનગર વિસ્તારમાં રહેતી ૧૮.૫ વર્ષીય મુસ્કાન વિજયભાઈ કશ્યપ તા. ૧૦ જૂને ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે કે તે ઉત્તરપ્રદેશના યુવક સાથે ગઈ હોઈ શકે છે. આ અંગે પોલીસે ગુમ થયાની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

બીજા બનાવમાં ધ્રોલના વૈભવ રેસીડેન્સીમાં રહેતી ૨૦ વર્ષીય જાનવીબેન દિલીપભાઈ ખાવડા તા. ૩૧ મેના રોજ ઘરેથી નીકળી ગયા બાદ પરત ફરી નથી. પરિવારજનોએ સગા-સંબંધીઓ સહિત વિવિધ સ્થળોએ શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી નથી.

જ્યારે મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં લાલપુર તાલુકાના ડેરાશિકારી ગામની ૨૩ વર્ષીય કિંજલબેન વિજયભાઈ રાઠોડ પણ તા. ૨ જૂનના રોજ ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. તેની પણ આજદિન સુધી કોઈ ભાળ મળી નથી.

ત્રણે બનાવોમાં સંબંધિત પોલીસ મથકોએ ગુમ થયાની નોંધ કરી યુવતીઓની શોધખોળ હાથ ધરી છે. પરિવારજનો દ્વારા પણ માહિતી આપનારને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application