જામનગર: ટિકટોક ડાઉનલોડની લિંક ક્લિક કરતાં સિક્કાના ડ્રાઇવરના ૫૦ હજાર ચાંઉ
બેન્ક ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરી ઓનલાઇન છેતરપીંડીની ફરીયાદ
સિકકામાં રહેતા એક યુવાનના ખાતામાંથી ૫૦ હજારની રકમ ટ્રાન્સફર કરીને ઓનલાઇન છેતરપીંડી કર્યાની અજાણ્યા ખાતાધારક સામે ફરીયાદ કરવામાં આવી છે ફ્રી ટીકટોક ડાઉનલોડ કિલક કરતા રકમ ચાંઉ થઇ ગઇ હતી.
જામનગર નજીક સિક્કા ગરીબ નવાઝ ચોક વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ફારુખભાઈ જુનસભાઈ ચમડીયા (ઉં.વ.૪૫) સાથે ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદ સિક્કા પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદ મુજબ ફેસબુક પર ફ્રી ટિકટોક ડાઉનલોડ કરવાની પોસ્ટમાં આવેલી લિંક પર ક્લિક કરી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેમના બેંક ખાતામાંથી ૫૦ હજાર અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા.
ફારુખભાઈના જણાવ્યા મુજબ તા.૧૭ સપ્ટેમ્બરની રાત્રે તેઓ મોબાઇલમાં ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે ટિકટોકની એક પોસ્ટ જોવા મળી હતી. પોસ્ટમાં આવેલી લિંક પર ક્લિક કરતાં બતાવાયેલી એપ્લિકેશન તેમણે ડાઉનલોડ કરી હતી. એ પછી તેમનો મોબાઇલ આપમેળે બે વખત અપડેટ થયો અને ત્યારબાદ રીસ્ટાર્ટ થયો હતો. દરમિયાન તેમના મોબાઇલ પર બેંક ખાતામાંથી ૫૦ હજાર ઉપડી ગયાનો સંદેશ આવ્યો હતો. તેમણે યુપીઆઈની લેવડદેવડની વિગતો તપાસતાં રૂ.૫૦ હજાર અજાણ્યા ફેડરલ બેંકના ખાતામાં ટ્રાન્સફર થયેલા હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે સાયબર છેતરપિંડી થયાની જાણ થતાં તેમણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ જાણવા મળ્યું કે તેમની રકમ ફેડરલ બેંકના ખાતા નં. ૨૦૦૯૦૧૦૦૦૯૧૫૦૦માં ટ્રાન્સફર થઈ હતી. સિક્કા પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૧૮(૪) તથા આઇટી એકટ મુજક ખાતાધારક અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
