જામનગરના અંધાશ્રમ ફાટક ટ્રેનની હડફેટે બે વ્યક્તિઓનાં કરૂણ મૃત્યુ

  • October 12, 2026 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના અંધાશ્રમ ફાટક ટ્રેનની હડફેટે બે વ્યક્તિઓનાં કરૂણ મૃત્યુ

રેલવે ટ્રેક પર અલગ-અલગ સ્થળે બે વ્યક્તિઓ કપાઈ ગયાની પોલીસમાં નોંધ

જામનગરના અંધાશ્રમ ફાટક અંડરબ્રિજ નીચે રેલવે ટ્રેક પર તા. ૧૦ ઓક્ટોબરના રોજ સાંજે ટ્રેનની હડફેટે આવી જતાં બે વ્યક્તિઓનાં મૃત્યુ નીપજ્યાં હતાં. આ બનાવ અંગે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપમૃત્યુની નોંધ કરવામાં આવી છે.

પોલીસના રિપોર્ટ મુજબ, સાંજે આશરે ૭:૧૫ વાગ્યે રેલવે કિલોમીટર પોલ નં. ૮૩૦/૧૫થી ૮૩૦/૧૧ વચ્ચે બંને વ્યક્તિઓ કોઈ કારણસર ટ્રેનની અડફેટે આવી જતાં ગંભીર ઇજાઓના કારણે બન્ને મૃત્યુ પામ્યા હતા.

મૃતકોમાં રમેશભાઈ હાજાભાઈ ચૌહાણ (ઉ.વ. ૫૪), જે મજૂરીકામ કરતા હતા અને અંધાશ્રમ ફાટક અંડરબ્રિજ નીચે રહેતા હતા, તેમજ આસામ રાજ્યના ગુવાહાટી ખાતે કેદાર રોડ પર રહેતા સોનુકુમાર અમીકાકુમાર (ઉ.વ. ૩૧)નો સમાવેશ થાય છે.
​​​​​​​
આ બનાવ અંગે જગદીશભાઈ રમેશભાઈ ચૌહાણે પોલીસમાં જાહેર કરતાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૯૪ હેઠળ અપમૃત્યુની નોંધ કરવામાં આવી છે. સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. વી.એમ. ચાવડા સમગ્ર મામલાની વધુ તપાસ ચલાવી રહ્યા છે. આ બનાવમાં પોલીસ દ્વારા વધુ તપાસની કાર્યવાહી લંબાવવામાં આવી છે, દાખલ થયેલ અમોતમાં મરણજનાર સોનુકુમાર ગુવાહાટી વાળાના કોઇ સંબંધી કે વાલીવારસ મળી આવેલ ન હોય, જેથી આ બાબતે જાણ કરવા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application