જામનગરમાં થારથી ટક્કર મારી યુવકની હત્યા પ્રકરણમાં ત્રિપુટી ઝબ્બે
કલ્યાણ ચોકથી પીછો કરી ગુલાબનગર રોડ પર કારને બસ સાથે અથડાવી દીધી: સીસીટીવીના આધારે સીટી-એ પોલીસને સફળતા
જામનગરમાં થયેલી તકરારના જૂના મનદુ:ખમાં થાર કારથી આઈ-૨૦ કારને ટક્કર મારી અકસ્માત સર્જી્ યુવકની હત્યા કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું હતું. શરૂઆતમાં અકસ્માત જણાતો આ બનાવ પોલીસ તપાસ દરમિયાન હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે ગુનો નોંધાયા બાદ સીટી એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના ગુલાબનગર હરીદ્વાર પાર્ક પ્લોટ ખાતે રહેતા ફરિયાદી શબીર હુશેન અબ્દુલભાઈ હમીરાણીની ગત તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ આરોપી હાજી અયુબ સાથે થાર કાર જોવાની બાબતે તકરાર થઈ હતી. આ બાબતનું મનદુ:ખ રાખીને આરોપીઓએ અદાવતનો બદલો લેવા કાવતરું ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ગત તા. ૧૦ ઓક્ટોબરના રોજ વહેલી સવારે ફરિયાદી શબીર હુશેન તથા અન્ય સાક્ષીઓ આઈ-૨૦ કાર નં. જીજે-૧૦-એઈ-૮૬૮૬માં દરબારગઢથી ગુલાબનગર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન કલ્યાણ ચોક પાસે આરોપીઓએ તેમને જોઈ લેતાં થાર કાર નં. જીજે-૩૭-એમ-૧૬૧૬ તથા બર્ગમેન સ્કૂટરથી પીછો કર્યો હતો.
ગુલાબનગર રોડ પર આરોપીઓએ થાર કાર વડે આઈ-૨૦ કારને પાછળથી જોરદાર ટક્કર મારતાં કાર રસ્તાની બાજુમાં ઊભેલી બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા અફઝલ રહીમભાઈ ચાવડા કારમાંથી ફંગોળાઈને નીચે પટકાયા હતા અને ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ફરિયાદી સહિત અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી. બનાવ બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાય, જામનગરના પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈની અને ડીવાયએસપી જયવીરસિંહ એન. ઝાલાની સૂચનાથી સીટી એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે કમાન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી ફૂટેજ તપાસવા ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
પોલીસે આ ગુનામાં હાજી અયુબભાઈ ખફી (ઉંમર ૨૮, રહે. રબાની પાર્ક, મોરકંડા રોડ, જામનગર), ઇમ્તિયાઝ ઇકબાલભાઈ ખફી (ઉંમર ૩૫, રહે. ખોડિયાર કોલોની, મદીના મસ્જિદ સામે, જામનગર) અને ખલીલ ઉર્ફે બાઠીયો ઇસ્માઇલભાઈ કોરા (ઉંમર ૨૯, રહે. ટીટા ફળી, રંગુનવાલા હોસ્પિટલ પાસે, કાલાવડ નાકા બહાર, જામનગર)ને ઝડપી લીધા છે.
આરોપીઓ પાસેથી રૂ. છ લાખની કિંમતની થાર કાર અને રૂ. ૩૦ હજારની કિંમતનું બર્ગમેન મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યું છે. આમ, પોલીસે કુલ રૂ. છ લાખ ૩૦ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી હાજી અયુબ ખફી અગાઉ હત્યાની કોશિશ, ચોરી, પ્રોહિબિશન, જાહેરનામાના ભંગ સહિતના ૧૬થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું નોંધાયું છે. જ્યારે અન્ય આરોપી ઇમ્તિયાઝ સામે પણ અગાઉ મારામારીનો ગુનો નોંધાયો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
