ખંભાળિયા: જામ કલ્યાણપુર વિસ્તારમાંથી આશરે ૪૧ ટન રેતી ભરેલ ટ્રક પકડાયો

  • August 18, 2026 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: જામ કલ્યાણપુર વિસ્તારમાંથી આશરે ૪૧ ટન રેતી ભરેલ ટ્રક પકડાયો

રેન્જ આઇજી નિર્લીપ્ત રાય દ્વારકા પોલીસ અધીક્ષક જયરાજસિંહ વાળા  દ્વારા ગેરકાયદેસર ખનન અને ચોરી કરતા તત્વો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા એસઓજીના પીઆઇ વી.એ.રાણા, વી.એન.શીંગરખીયાને જરૂરી સૂચનો આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ.કાનાભાઈ રણમલભાઈ માડમ તથા એ.એસ.આઇ.ભીખાભાઈ નગાભાઈ ગાગીયા તથા પોલીસ કોન્સ્ટેબલ સુમાતભાઈ જેઠાભાઈ ભાટીયા એ રીતેના જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.ઓ.જી. લગત જરૂરી કામગીરી અર્થે પેટ્રોલિંગમાં હતા.
​​​​​​​

તે દરમ્યાન સાથેના એ.એસ.આઈ.કાનાભાઈ રણમલભાઈ માડમ તથા એ.એસ.આઈ.ભીખાભાઈ નગાભાઈ ગાગીયા તથા પોલીસ કોન્સ્ટેબલ સુમાતભાઈ જેઠાભાઈ ભાટીયા નાઓને સંયુકતમાં ખાનગી બાતમીદાર મારફતે હકીકત મળેલ કે, હનુમાન ગઢ ગામ પાસેથી ૧ ટ્રક ગેરકાયદેસર રીતે રેતી ભરી નીકળવાનો હોય જે આધારે હકીકત વાળી જગ્યા કલ્યાણપુર-ભાટીયા રોડ, હનુમાન ગઢ ગામથી થોડે દૂર રોડ ઉપરથી રજીસ્ટ્રેશન નંબર.આરજે-૨૭-જીઈ-૩૮૬૬ વાળો ટ્રક મળી આવેલ જે ટ્રકમાં આશરે કુલ-૪૧ ટન રેતી ભરેલ હોય જે બાબતે ટ્રકના ડ્રાઈવર પાસે રોયલ્ટી કે ખાણ ખનીજ વિભાગનો કોઈ આધાર પરવાનો આપવામાં આવેલ હોય તો તે રજુ કરવા જણાવતા મજકુર ઈસમે જુના તારીખ અને સમય દર્શાવતી રોયલ્ટીની સ્લીપ બતાવેલી જે રોયલ્ટીની મુદત પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં પણ રેતી ગેરકાયદેસર રીતે ભરી રાખી વહન કરતો હોય જેથી આ બાબતે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application