દ્વારકા જિલ્લામાં તથા રાજકોટ ગ્રામ્યના પ્રોહીબીશનનાં ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓ પકડાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર દ્વારકા, ભાણવડ, તેમજ રાજકોટ ગ્રામ્યના જામકંડોરણા પોલીસ સ્ટેશનના વિવિધ પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને એલસીબીએ પકડી પાડયા છે.
આઇજી નિર્લિપ્તરાય તથા દ્વારકા એસપી જયરાજસિંહ વાળાએ અલગ અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચન કરેલ હોય તે અન્વયે એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એન.એચ.જોશીની સુચના અને માર્ગદર્શન મુજબ પીએસઆઇ બી.એમ.દેવમુરારી તથા એસ.વી.કાંબરીયાઓ એલસીબીના સ્ટાફના ટીમના માણસો સાથે ઉપરોકત બાબતે વર્કઆઉટમાં હતા.
તે દરમ્યાન એએસઆઇ શકિતસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ ઝાલા, તથા વેજાણંદભાઇ બેરા, કોન્સ્ટેબલ મનહરસિંહ જાડેજાને સંયુકતમાં બાતમી હકીકત મળેલ કે દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન તથા મીઠાપુર પોલીસ સ્ટેશન તથા રાજકોટ ગ્રામ્યના જામકંડોરણા પોલીસ સ્ટેશનના અલગ અલગ પોહીબીશનના ગુનાઓના કામના આરોપી ઘેલુ જગાભાઇ કોડીયાતર (રહે.રાણપર ભાણવડ) નામવાળા લાલ શાહીથી દર્શાવેલ નાસતા ફરતા આરોપીને ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલ હકીકત આધારે પકડી પાડેલ છે. તેમજ ભાણવડ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં આરોપી માયા બાલાભાઇ કોડીયાતર (રહે. રાણપર ભાણવડ) નામવાળા ફરારી આરોપીને ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલ હકીકતના આધારે પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.ડી.બેરાએ ભાણવડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
