જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાનું NABH નિરીક્ષણ યોજાયું
NABH દ્વારા નિયુક્ત એસેસરોએ હોસ્પિટલની કામગીરી અને દર્દી કેન્દ્રિત આરોગ્ય સેવાઓની સરાહના કરી સંતોષ વ્યક્ત કર્યો
જામનગર સ્થિત સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે હોસ્પિટલની ગુણવત્તા, દર્દીઓની સલામતી અને આરોગ્ય સેવાઓના રાષ્ટ્રીય ધોરણોની ચકાસણી અર્થે NABH દ્વારા બે દિવસીય નિરીક્ષણ યોજાયું હતું.
દેશભરમાં NABH માન્યતા ધરાવતી આશરે ૧૦ થી ૧૨ હોસ્પિટલોમાં જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલ સ્થાન ધરાવે છે, જે જામનગર સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. NABH એ દેશની આરોગ્ય સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત આરોગ્યસેવા સુનિશ્ચિત કરવા માટેના રાષ્ટ્રીય સ્તરના ધોરણો નક્કી કરતી સર્વોચ્ચ સંસ્થા છે. હોસ્પિટલમાં દર્દીઓને વધુ સુરક્ષિત, ગુણવત્તાયુક્ત, વ્યવસ્થિત અને દર્દી કેન્દ્રિત સારવાર મળી રહે તે હેતુથી આ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. બે દિવસ દરમિયાન NABH ના નિરીક્ષક ડો. રાજકુમાર તથા ડો. વર્ષા યાદવ દ્વારા હોસ્પિટલની વિવિધ સેવાઓ અને વ્યવસ્થાઓનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં દર્દીઓની સારવાર અને સંભાળ, સલામતી, ચેપ નિયંત્રણ, દવાઓની વ્યવસ્થા, તબીબી રેકોર્ડ, ઈમરજન્સી સેવાઓ, સ્વચ્છતા, અગ્નિ સલામતી, માળખાકીય સુવિધાઓ તેમજ વિવિધ વિભાગોમાં અમલી પ્રક્રિયાઓની સર્વગ્રાહી ચકાસણી કરાઈ હતી. નિરીક્ષણ દરમિયાન હોસ્પિટલમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ, સ્વચ્છતા, વ્યવસ્થાપન અને કામગીરી જોઈ NABH એસેસરોએ સંપૂર્ણ સંતોષ વ્યક્ત કરી હોસ્પિટલની પ્રશંસા કરી હતી તેમજ સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ડીન ડો. નયના પટેલના માર્ગદર્શન હેઠળ NABH માન્યતા માટેની સમગ્ર તૈયારીઓ કરવામાં આવી હતી. હોસ્પિટલના વિવિધ વિભાગોના અધિકારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ, ટેકનિકલ સ્ટાફ તથા વહીવટી કર્મચારીઓ દ્વારા દસ્તાવેજીકરણ, રેકોર્ડ જાળવણી અને પ્રોટોકોલ્સના કડક પાલન માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જાહેર જનતા માટે NABH માન્યતાનો મુખ્ય અર્થ એ છે કે હોસ્પિટલમાં દર્દીની સલામતી, સારવારની ગુણવત્તા, સ્વચ્છતા, ચેપ નિયંત્રણ અને દસ્તાવેજીકરણ જેવા નક્કી કરાયેલા ઉચ્ચ ધોરણોને પ્રાધાન્ય આપવામાં આવે છે. દેશની ગણતરીની NABH માન્યતા ધરાવતી ડેન્ટલ હોસ્પિટલોમાં સ્થાન મેળવવું એ જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલની ગુણવત્તાયુક્ત દંત આરોગ્ય સેવાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
