જામનગર અને મેઘપરમાં વર્લીનો જુગાર રમાડતા બે શખ્સ પકડાયા

  • June 01, 2026 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર અને મેઘપરમાં વર્લીનો જુગાર રમાડતા બે શખ્સ પકડાયા

જામનગર જિલ્લામાં જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમાડતા બે શખ્સો સામે પોલીસે અલગ-અલગ સ્થળે કાર્યવાહી કરી છે. બેડી મરીન પોલીસ અને મેઘપર (પડાણા) પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડાઓમાં બે આરોપીઓને ઝડપી લઈ રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પ્રથમ બનાવમાં બેડી મરીન પોલીસને મળેલી બાતમીના આધારે ઇકબાલ ચોક પાસેની ગલીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં અશરફ હુસેન ગોરી (ઉ.વ.૩૨), રહે. બેડી રાશનપરા, જામનગર જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરાવતો ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની પાસેથી જુગારની ચિઠ્ઠી, બોલપેન અને રોકડા રૂ.૧,૧૧૦ કબજે કર્યા હતા. બીજા બનાવમાં મેઘપર (પડાણા) પોલીસે પડાણા પાટીયા નજીક શિવશક્તિ ફર્નિચર પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. જેમાં સોમાભાઈ જેસંગભાઈ લાલવાણી (ઉ.વ.૭૬), રહે. ખટીયા ગામ, તાલુકો લાલપુરને વર્લી મટકાનો જુગાર રમાડતા ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી જુગારના આંકડા લખેલો કાગળ, બોલપેન તથા રોકડા રૂ.૩૯૦ કબજે કરવામાં આવ્યા હતા. બંને બનાવોમાં પોલીસે જુગારધારા હેઠળ અલગ-અલગ ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application