મેઘપરમાં ૬.૬૦ લાખના હેરોઇન સાથે બે પંજાબી શખ્સ પકડાયા

  • May 02, 2026 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેઘપરમાં ૬.૬૦ લાખના હેરોઇન સાથે બે પંજાબી શખ્સ પકડાયા


જામનગર શહેર-જીલ્લામાં નશાના નેટવર્કને ડામવા અને તેના મુળ સુધી પહોચવા માટે રેન્જ આઇજી અને એસપીની સુચનાથી સધન તપાસ ચલાવવામાં આવી રહી છે, સમયાંતરે એનડીપીએસના કેસ કરવામાં આવે છે, દરમ્યાનમાં મેઘપરના રામદુતનગરમાં જામનગર એસઓજીની ટુકડીએ બાતમીના આધારે દરોડો પાડીને બે પંજાબી શખ્સને ૩૩ ગ્રામ હેરોઇન મળી કુલ ૬.૯૩ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા છે અને આ ડ્રગ્સ કયાથી મેળવ્યુ તેમજ કયા વેચાણ કરતા હતા એ સહિતની તપાસ લંબાવવામાં આવી છે. 

જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની, લાલપુર વિભાગના એએસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ અસામાજીક પ્રવૃતી કરનારા શખ્સો સામે કડક કાર્યવાહીના આદેશ અપાતા એસઓજીના પીએસઆઇ એ.વી. ખેર, એલ.એમ.ઝેર તથા સ્ટાફ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ચોકકસ બાતમી મળી હતી કે મેઘપર ગામના રામદુતનગર મચ્છી માર્કેટ પાછળના વિસ્તારમાં બે પરપ્રાંતીય શખ્સ ડ્રગ્સનું વેચાણ કરે છે જે હકીકત આધારે આ દીશામાં તપાસ હાથ ધરી હતી.

દરમ્યાન એસઓજીની ટુકડી દ્વારા દરોડો પાડીને હાલ મેઘપરના રામદુતનગરમાં ભાડાના મકાનમાં રહેતા મુળ પંજાબના અમૃતસર જીલ્લાના કથુનાંગલ ગામના વતની હરપાલસિંઘ સ્વણસિંઘ મજબી-શીખ (ઉ.વ.૩૦) અને હાલ રામદુતનગરમાં રહેતા મુળ અમૃતસરના ખબા રાજપુતાના ગામના વતની રમનદીપસિંઘ સુલાખાન મજબી - શીખ (ઉ.વ.૨૮) નામના બે શખ્સોને પકડી લીધા હતા. તેના કબ્જામાંથી ૩૩ ગ્રામ હેરોઇન જેની કિ. ૬.૬૦ લાખ, બે મોબાઇલ, વજનકાંટો અને રોકડા ૩૧૦૦ મળી કુલ ૬.૯૩.૬૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

પુછપરછમાં આરોપી હરપાલસિંઘ તેમના વતનમાંથી ગેરકાયદે રીતે ઓપીએડ (હેરોઇન મોફીન કોડેટ) માદક પદાર્થ મિકાસિંઘવાળા પાસેથી લાવીને રમનદીપસિંઘ સાથે મળીને મેઘપર ગામ વિસ્તારમાં વેચાણ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે જેના આધારે પોલીસ દ્વારા આ દીશામાં તપાસ લંબાવવમાં આવી છે, એસઓજી દ્વારા ઉપરોકત શખ્સો સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ મુજબ ગુનો દાખલ કરીને તપાસ લંબાવવામાં આવી છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application