ન્યૂ જામનગરની ગીતાંજલિ પાર્કની ચારેય શેરીઓમાંથી ૧૫ જેટલા અનધિકૃત સ્પીડ બ્રેકર દૂર કરાયા
મનપાની એસ્ટેટ શાખામાં ફરિયાદો મળ્યા બાદ સિવિલ શાખાનો અભિપ્રાય મેળવી જેસીબીની મદદથી કાર્યવાહી: રસ્તાઓ ફરી સમતલ કરાયા
જામનગર શહેરમાં જાહેર રસ્તાઓ પર મંજૂરી વિના ઊભા કરવામાં આવેલા અને વાહનચાલકો માટે જોખમી બની રહેલા સ્પીડ બ્રેકરો સામે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ન્યૂ જામનગર વિસ્તારમાં આવેલા ગીતાંજલિ પાર્કની આશરે ચાર શેરીઓમાંથી એકસાથે ૧૫થી ૧૬ જેટલા અનધિકૃત સ્પીડ બ્રેકરો જેસીબીની મદદથી તોડી દૂર કરી રસ્તાઓને ફરી સમતલ કરવામાં આવ્યા હતા.
એસ્ટેટ શાખામાં ગીતાંજલિ પાર્ક વિસ્તારમાં વિવિધ સ્થળોએ અનધિકૃત રીતે સ્પીડ બ્રેકર બનાવી દેવામાં આવ્યા હોવા અંગે અરજી મળી હતી. આ સ્પીડ બ્રેકરોના ફોટોગ્રાફ સહિતની વિગતો પણ એસ્ટેટ શાખા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. અરજીના આધારે સ્થળ પરિસ્થિતિની તપાસ કરવામાં આવી હતી.
આ મામલે મહાનગરપાલિકાની સિવિલ શાખાનો અભિપ્રાય મેળવ્યા બાદ સ્પીડ બ્રેકરો નિયમ મુજબના ન હોવાની બાબતને ધ્યાને લઈ એસ્ટેટ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ગઈકાલે ન્યૂ જામનગરના ગીતાંજલિ પાર્ક વિસ્તારમાં આવેલી ચારેય શેરીઓમાં અલગ અલગ સ્થળે બનાવવામાં આવેલા આશરે ૧૫થી ૧૬ અનધિકૃત સ્પીડ બ્રેકરો જેસીબી સહિતના સાધનોની મદદથી તોડી નાખવામાં આવ્યા હતા.
સ્થાનિક કક્ષાએ બનાવવામાં આવેલા કેટલાક સ્પીડ બ્રેકરો નિર્ધારિત ધોરણ કરતાં વધુ ઊંચા હોવાનું અને તેના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય રહેતો હોવાની ફરિયાદો પણ એસ્ટેટ શાખાને મળી હતી. આથી સિવિલ શાખાનો અભિપ્રાય મેળવી સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહાનગરપાલિકાની કાર્યવાહી બાદ ગીતાંજલિ પાર્કની સંબંધિત શેરીઓમાં રસ્તાઓ પરના અનધિકૃત સ્પીડ બ્રેકરો દૂર થતાં વાહનચાલકો માટે રસ્તાઓ વધુ સરળ બન્યા છે. મનપાની એસ્ટેટ શાખા દ્વારા જાહેર રસ્તાઓ પર મંજૂરી વિના કરવામાં આવતા આવા બાંધકામો સામે કાર્યવાહી કરવાની કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
