જામનગરમાં અસહ્ય ગરમી: તાપમાન ૩૭ ડીગ્રી

  • April 24, 2026 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં અસહ્ય ગરમી: તાપમાન ૩૭ ડીગ્રી


બપોરના ૧૨ થી ૪ દરમ્યાન આકાશમાંથી વરસે છે લૂ: શનિ-રવિમાં હિટવેવની આગાહી


ચૈત્ર મહિનો પુરો થઇ ચુકયો છે અને વૈશાખની શરૂઆતમાં સુર્યદેવતા ધીમે ધીમે કોપાયમાન થઇ રહ્યા છે. બપોરે ૧૨ થી ૪ દરમ્યાન આકરો તાપ વરસાવી રહ્યા છે. આગામી તા.૨૫ અને ૨૬ દરમ્યાન હવામાન ખાતા દ્વારા હિટવેવની આગાહી કરી છે. ત્યારે ચુંટણીનાં મતદાનનાં દિવસે આકરો તાપ પડશે અને લોકો પણ પરેશાન થશે. સૌ પ્રથમ વખત પશ્ર્ચિમ તરફથી પવન પુર્વ તરફ રહ્યો હતો. વરસાદ વહેલો થવાની થોડી શકયતા જણાય છે એટલે કે આથમણો પવન છે ત્યારે મઘ્ય ભાગમાં સારો વરસાદ થશે પરંતુ ચોમાસુ સામાન્ય રહેશે. ચોમાસાનાં અંત ભાગમાં ખંડવૃષ્ટિની શકયતા છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણી અને પાકની સ્થિતિ એકંદરે સારી રહેશે.


ગઇકાલે રાજકોટમાં ૪૩, અમરેલીમાં ૪૩, સુરેન્દ્રનગરમાં ૪૨ ડીગ્રી તાપમાન રહ્યું હતું. શનિ રવિમાં આ તાપમાન વધે તેવી શકયતા છે. ત્યારે આજ સવારથી જ સૌરાષ્ટ્રનાં મોટા ભાગના ગામડાઓમાં ગરમી શરૂ થઇ ગઇ છે.


કલેકટર કચેરીનાં કંટ્રોલનાં જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન ૩૭ ડીગ્રી, ઓછામાં ઓછુ ર૪.૫ ડીગ્રી,  હવામાં ભેજ ૭૮ ટકા, પવનની ગતિ ૩૦ થી ૩૫ કિ.મી. પ્રતિ કલાક જોવા મળી હતી. 


તંત્ર દ્વારા ગરમી વધે તો શું કરવું તે અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જિલ્લા કલેકટરે દ્વારકા ડિસ્ટ્રીકટ હીટ એકશન, ટાસ્ક ફોર્સની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આરોગ્યને લગતી વિપરીત અસરથી બચવા ભારપુર્વક જણાવવામાં આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News