ઓખાના રેલવે સ્ટેશનમાં મળેલા અજાણ્યા મૃતદેહ સંદર્ભે પોલીસ તપાસ

  • August 20, 2026 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખાના રેલવે સ્ટેશનમાં મળેલા અજાણ્યા મૃતદેહ સંદર્ભે પોલીસ તપાસ

ઓખાના રેલ્વે સ્ટેશન ખાતે વિનોદ નામના આશરે ૫૦ વર્ષના અને બીમાર હાલતમાં રહેલા એક અજાણ્યા આધેડને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સોમવાર તા. ૧૭ ના રોજ તેમનું બિનવારસુ વર્ડમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ સારવાર દરમિયાન ઉપરોક્ત આધેડના કોઈ વાલી-વારસદાર પોલીસ સમક્ષ કે હોસ્પિટલમાં આવ્યા ન હોય, આને અનુલક્ષીને રેલવે પોલીસ દ્વારા કરવામાં આવેલી જરૂરી કાર્યવાહીમાં આ મૃતક આધેડના સગા-સંબંધીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
​​​​​​​
શરીરે મધ્યમ બાંધાના અને ઘઉંવર્ણા એવા આ આધેડનું મોઢું ગોળ હોય અને મોઢા તથા માથા ઉપર કાળા, સફેદ વાળ અને ચહેરા પર બે ઇંચ જેટલી સફેદ, કાળી દાઢી-મુછ છે. તેમણે કમરે બ્રાઉન કલરનો બરમૂડો પહેરેલો છે. આ મૃતદેહને જામનગરની હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે.

આ અજાણ્યા મૃતક આધેડના સંબંધીઓએ રેલવે પોલીસ અથવા જામનગરની જી.જી. હોસ્પિટલનો સંપર્ક સાધવા ઓખા રેલવે આઉટ પોસ્ટની એક યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application