દેવભૂમિ દ્વારકામાં સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ
ધ્વજપૂજન બાદ ભવ્ય શોભાયાત્રા યોજાશે, જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કરાશે
યાત્રાધામ દ્વારકામાં આજે તા. ૨૪ સપ્ટેમ્બરના રોજ લેઉઆ પટેલ સમાજ ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ અને છોટે સરદાર તરીકે જાણીતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.
લેઉઆ પટેલ સમાજ, દ્વારકા ખાતે બપોરે ૨:૩૦ કલાકે યોજાનારા કાર્યક્રમમાં બંને મહાનુભાવોની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. ત્યારબાદ બપોરે ૩:૩૦ કલાકે દ્વારકાધીશ ભગવાનની ધ્વજાજીનું પૂજન કરવામાં આવશે. ધ્વજપૂજન બાદ સાંજે ૪ વાગ્યે દ્વારકાના રાજમાર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા યોજાશે. શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ જગતમંદિરે પહોંચશે, જ્યાં દ્વારકાધીશ મંદિર ખાતે નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમને લઈને સમાજના અગ્રણીઓ અને ટ્રસ્ટીગણ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે આ બેઠકમાં અગ્રણી જયેશભાઈ રાદડિયા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
