ઉત્તર પ્રદેશ : ગાઝીપુરમાં હાઈ ટેન્શન વાયર પડતા બસ બળીને થઇ ભડથું, 25 જાનૈયાઓના મોતની આશંકા

  • March 11, 2024 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં એક મોટો અસ્કામત સર્જાતા આશરે ૨૫થી વધુ લોકોના મોત થયા છે. મહાહર ધામ પાસે મુસાફરોથી ભરેલી ખાનગી બસ પર હાઈ ટેન્શન વાયર પડતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના કારણે ઘણા મુસાફરો દાઝી ગયા હોવાની આશંકા છે. જો કે, કેટલા મુસાફરોના મોત થયા છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ બસ લગ્ન સમારોહમાં જઈ રહી હતી, ત્યારે રસ્તામાં હાઈ ટેન્શન વાયર બસ પર પડતા બસમાં આગ લાગી હતી.


મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાઝીપુરમાં થયેલા અકસ્માતની નોંધ લીધી છે. સીએમ યોગીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો ખીરિયા ગામમાંથી કન્યા પક્ષના લોકો ગાઝીપુર આવી રહ્યા હતા, ત્યારે મરદહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાહર ધામ પાસે તેમની બસ પર હાઈ ટેન્શન ઈલેક્ટ્રિક વાયર પડી જતા એકમત સર્જાયો છે. બસમાં વર પક્ષના 50 થી 55 લોકો હતા.

પ્રાથમિક માહિતી મુજબ મૌના ખીરિયા ગામના રહેવાસી નંદુ પાસવાન પોતાની દીકરીના લગ્ન માટે ગાઝીપુરના મહાહર ધામ જઈ રહ્યા હતા. નંદુ પાસવાનની દીકરીના લગ્ન મંદિરમાં થવાના હતા. વર પક્ષના લોકો પણ મંદિરમાં આવી ગયા હતા, પરંતુ દુલ્હન પક્ષના લોકો પહોંચે તે પહેલા જ આ અકસ્માત થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application