ખંભાળિયા: સજા વોરંટના આરોપીને પકડી પાડતી વાડીનાર મરીન પોલીસ

  • August 18, 2026 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: સજા વોરંટના આરોપીને પકડી પાડતી વાડીનાર મરીન પોલીસ

વાડીનાર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર ટી.સી.પટેલ ની સુચના મુજબ વાડીનાર મરીન પોલીસ સ્ટેશનના માણસો કામગીરીમાં હોય જે અંતર્ગત એ.એસ.આઇ. મનસુખભાઇ જેઠાભાઇ સાદીયા તથા પો.કોન્સ. શક્તિસિંહ દિલુભા જાડેજા નાઓને મળેલ બાતમી હકિકત આધારે ચીફ જયુડીશીય મેજીસ્ટ્રેટ, ખંભાળીયા કોર્ટના સજાના વોરંટ વાડીનાર મરીન પોલીસ સ્ટેશન ખાતે ઇસ્યુ કરવામાં આવેલ હોય જેમાં સજા વોરંટના આરોપી વિરૂધ્ધ ફોજદારી કેસ નં.૧૬૩૮/૨૦૨૪ મુજબના કામે ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ આરોપીને સાદી કેદની સજા ફરમાવવામાં આવેલ હોય અને આરોપીનું સજા વોરંટ ઇસ્યુ થયેલ હોય.
​​​​​​​
જે અનુસંધાને સદરહુ સજા વોરંટના આરોપી રતીલાલ કાંતીલાલ ખેતીયા રહે-કજુરડા ગામ, ચામુંડા પ્રોવીઝન સ્ટોરની બાજુમાં, તા.ખંભાળીયા જી.દેવભૂમિ દ્વારકા વાળાને પકડી ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ, ખંભાળીયાની કોર્ટના ફોજદારી કેસવાળો સજા વોરંટના હુકમ મુજબ આગળની ઘટતી કાર્યવાહી કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application