જામનગર જિલ્લામાં વિવિધ ડેમનાં દરવાજાઓ ખોલવામાં આવતા એલર્ટ જાહેર

  • October 03, 2025 10:35 AM 

જામનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને લઈ વધુ એક વખત વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ત્રણ દિવસથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે જેને લઇને સ્થાનિક નદી નાળાઓમાં પૂર આવતા મોટા ડેમમાં જળપ્રવાહ વધ્યો છે. આથી તંત્ર દ્વારા જામનગર જિલ્લામાં વિવિધ ડેમનાં દરવાજાઓ ખોલવામાં આવતા એલર્ટ જાહેર કરાયા છે.



જામનગર ચંગા પાસે આવેલ રંગમતિ ડેમનો 1 દરવાજો 0.25 ફૂટ ખોલવામાં આવ્યો છે. જ્યારે સિદસર ગામ નજીક આવેલ ઉમિયાસાગર ડેમનાં 4 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. સાથે  જ કોટડા બાવીસી ગામ પાસે આવેલ ફુલઝર કોબા ડેમનાં 4 દરવાજા 0.90 ફૂટ ખોલવામાં આવ્યા હતા.



જેના પરિણામે જામનગરનાં નવાગામ ઘેડ,જૂના નાગના સહિતનાં નીચાણવાળા વિસ્તારો તથા ચંગા, ચેલા,દરેડ,હરીયાસણ,ખારચીયા,ચરેલીયા, રાજપરા,રબારીકા, સિદસર, કોટડા બાવીસી, ગીંગણી સહિતનાં ગામનાં લોકોને સાવધાન રહેવા તથા નદીનાં પટમાં અવરજવર ન કરવા તાકીદ કરવામાં આવી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application