જામનગરમાં વાહનચોરી કરતી ટોળકીનો પર્દાફાશ : ૮ બાઇક કબ્જે
એલસીબીએ ભેદ ઉકેલ્યા : એક શખ્સની અટક : બે સગીરની સંડોવણી ખુલી
જામનગર જિલ્લામાં મિલકત સંબંધિત વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન એલસીબીએ વાહનચોરીના આઠ ગુનાનો ભેદ ઉકેલી એક શખ્સને ઝડપી પાડ્યો છે. તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરની સંડોવણી પણ સામે આવી છે. પોલીસે કુલ રૂ.૨ લાખની કિંમતની આઠ મોટરસાઇકલ કબજે કરી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી.બી. ચૌધરીની સૂચનાથી પીએસઆઇ એમ.વી. ભાટીયા તથા સ્ટાફે માનવબાતમી અને ટેકનિકલ સેલની મદદથી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન એલસીબી સ્ટાફન દિલીપભાઇ, હિતેન્દ્રસિંહ, યુવરાજસિંહ, મયુદીનભાઇ, રૂષીરાજસિંહને મળેલી બાતમીના આધારે જામનગરમાં મહાપ્રભુજી બેઠક પાસે જિલ્લા સહકારી બેંક સામે બાવળની કાંટમાં તથા બેડી રોડ પર બેડી બ્રિજ નીચે તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાંથી વિમલ વિઠ્ઠલભાઇ કાકરેજા, રહે. મોટા લખિયા, તા. લાલપુર, તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોર પાસેથી ચોરાઉ મોટરસાઇકલ મળી આવી હતી.
પોલીસે વાહનોના એન્જિન અને ચેસીસ નંબરની ઇ-ગુજકોપમાં ખરાઇ કરતાં આ આઠેય મોટરસાઇકલ જામનગરના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાઓમાં ચોરાયેલી હોવાનું ખુલ્યું હતું.
કબજે કરાયેલી મોટરસાઇકલ: સ્પ્લેન્ડર-૮માંથી સાત તથા હીરો હોન્ડા સીડી-૧ મળી કુલ આઠ મોટરસાઇકલ, કિંમત રૂ.૨ લાખ. આ કાર્યવાહીથી જામનગર શહેરના એ, બી અને સી ડિવિઝન તથા મેઘપર-પડાણા પોલીસ મથકમાં નોંધાયેલા કુલ આઠ વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
પોલીસ તપાસમાં આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો જાહેર પાર્કિંગમાં પાર્ક કરાયેલી મોટરસાઇકલને નિશાન બનાવી ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. જામનગર કાનાલુસ ગેઇટ, રેલવે ફાટક, જોગવડ ગામ, નવી ટાઉનશિપ સામે, મોટી ખાવડી, ઠેબા ચોકડી સિનેમા પાસે, વાલ્કેશ્વરી, સાત રસ્તા સર્કલ, સમર્પણથી ઢીચડા રોડ તથા જામનગર રેલવે સ્ટેશન આસપાસના વિસ્તારોમાંથી વાહનચોરી કર્યાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.
પકડાયેલા આરોપી વિમલ કાકરેજા સામે અગાઉ પણ જામનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં બી.એન.એસ. કલમ ૩૦૩(૨) હેઠળ વાહનચોરીના ચાર ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
