દ્વારકા: મેવાસા સીમમાંથી બોકસાઇટનો ખનન-વહન કરતા વાહનો ઝબ્બે
દ્વારકા એલસીબી દ્વારા દરોડો : ખાણ ખનીજને કરાતી જાણ
કલ્યાણપુરના મેવાસા સીમ વિસ્તારમાં એલસીબીની ટુકડીએ દરોડો પાડી ગેરકાયદે બોકસાઇટનું ખનન અને વહન કરતા વાહનો પકડી પાડયા હતા અને ખનીજ વિભાગને જાણ કરતા સીઝ કરવાની કાર્યવાહી કરી હતી.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા દ્વારકા જીલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાએ દ્વારકા જીલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરીની બદી નાબુદ કરવા સુચના કરેલ હોય જેથી એલસીબી પીઆઇ એન.એચ. જોશીની રાહબરી અને માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.એમ. દેવમુરારી, પીએસઆઇ એમ.આર. સવસેટા ઉકત બાબતે કાર્યરત હતા.
દરમ્યાન એએસઆઇ મુકેશભાઇ વાઘેલા, હેડ કોન્સ. ખીમાણંદભાઇ આંબલીયા, પીઠાભાઇ ગજીયાને હકીકત મળેલ કે દેવશી સામત વરવારીયા રહે. મેવાસા ગામવાળા ડમ્પરો અને હીટાચી મશીન વડે મેવાસા ગામની ખાટલા ધાર સીમમાં આવેલ બોમ્બે મીનરલ નામની કંપનીના એરીયામાં પડેલ બોકસાઇટ ખનીજનુ ખનન કરી પોતાના માલીકીના કીલને નાખતો હોવાની હકીકત મળતા સદર હકીકત આધારે રેઇડ કરતા હીટાચી મશીન મોડેલ નં. આર૨૨૦ એસી-૭ તથા ટાટા કંપીનીના ડમ્ફર નં. જીજે૩૭વી-૯૯૫૦ ખનન અને વહન કરતા મળી આવેલ ગેરકાયદે બોકસાઇટના જથ્થા બાબતે જરી કાર્યવાહી અર્થે ખાણ ખનીજ વિભાગને રીપોર્ટ કરી જાણ કરતા સીઝ કરવાની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
