જામનગર: ખોડીયાર કોલોની પોઈન્ટ પર ટ્રાફિક જવાનનો જાહેરમાં ધુમ્રપાન કરતો વીડિયો વાયરલ 

  • May 26, 2026 05:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ખોડીયાર કોલોની પોઈન્ટ પર ટ્રાફિક જવાનનો જાહેરમાં ધુમ્રપાન કરતો વીડિયો વાયરલ 

જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક શાખાના એક જવાનનો જાહેરમાં સિગારેટ પીતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં ટ્રાફિક જવાન વાહન પર બેઠા બેઠા સિગરેટના દમ મારતા નજરે પડી રહ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.

એક તરફ આ વિસ્તારમાં ‘ટ્રાફિક જામ’ની સ્થિતિ સર્જાઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે ફરજ દરમિયાન જ જાહેરમાં ધુમ્રપાન કરવાના આ દ્રશ્યોને લઈ લોકોમાં વિવિધ ચર્ચાઓ ઉઠી છે.

ઉલ્લેખનીય છે કે કોપ્ટા એક્ટ -૨૦૦૩ મુજબ જાહેર સ્થળે સિગરેટ અથવા બીડી પીવું કાયદેસર ગુનો ગણાય છે, અને આવા કિસ્સામાં દંડની જોગવાઈ પણ છે. કાયદો સામાન્ય નાગરિકની સાથે સરકારી કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓને પણ સમાન રીતે લાગુ પડે છે. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોને લઈને લોકો દ્વારા જવાબદારી નિભાવતા કર્મચારીઓએ નિયમોનું પાલન કરવું જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News