નવરાત્રીના તહેવાર અનુલક્ષીને જામનગર પોલીસ દ્વારા શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સતર્ક
પટણીવાડ, ભોયવાડો, વાઘેરવાડો અને મીરાદાતાર જેવા સંવેદનસીલ વિસ્તારોમાં “કોમ્બિંગ”
જામનગર શહેરમાં અને જીલ્લામાં આગામી તા.૧૧ ઓક્ટોબર ના રોજ, નવરાત્રી નો પાવન તહેવારને ધ્યાનમાં રાખીને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તેમજ તહેવાર દરમ્યાન કોઇપણ પ્રકારની અનિચ્છનીય ઘટના "ન" બને અને કોમી સૌહાર્દ, શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તેવા ઉદ્દેશ્ય સાથે જામનગર પોલીસ સતર્ક બની છે.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ની સુચના થી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.એમ.ડોડીયા સહિત સ્ટાફ ગત મોડી રાત્રે કોમ્બિંગ યોજાઇ હતી. જેમાં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વી.એમ.ડોડીયા, પીએસઆઇ ડી.જી.રામાનુજ સહિત સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તાર જેમકે પટણીવાડ વિસ્તાર, ભોયવાડો વિસ્તાર, વાઘેરવાડો વિસ્તાર અને મીરાદાતાર વિસ્તારમાં કોમ્બિંગ કરી વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ તેમજ ફોર-વ્હીલોમાં બ્લેક કાચ હટાવવા, બાઇકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધુમ સ્ટાઇલ થી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ઇભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
