*દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનીટેશન મિશનની બેઠક નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ.વી.દેસાઇની અધ્યક્ષતામાં યોજાઈ*
*****
દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનીટેશન મિશનની બેઠક જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.વી.દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
આ બેઠકમાં રીજુવિનેશન કાર્યક્રમ અંતર્ગત ભાણવડના મોખાણા, ફતેપુર, જંબુસર, ચોખંડા, મોડપર, ઘુમલી, રાણપર, શિવા, ભોરિયા-ફોટડી ગામે કુલ ૮.૧૩ લાખના ખર્ચે પ્રસ્તાવિત કામો માટે મળેલ તાંત્રિક મંજૂરીને વહીવટી બહાલી આપવામાં આવી હતી. વધુમાં નલ સે જલ યોજના, ઓગમેન્ટેશન એન્ડ ટેપ કનેક્ટીવીટી અંતર્ગત કામોની પ્રગતિની વિગતો રજૂ કરી ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ખંભાળિયામાં ધરમપુર અને હર્ષદપુર, ભાણવડમાં નેશ વિસ્તારમાં વાસ્મોની યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
વધુમાં પાણી ઓપરેટરની નિયુક્તિ અને તાલીમ, યોજનાઓના નાણાંકીય અને સી.એ. ઓડિટ, ગતિશક્તિ પોર્ટલ પર થયેલ એન્ટ્રી, ડિસ્ટ્રિક્ટ ટેકનિકલ યુનિટ અને ડિસ્ટ્રિક્ટ ઇમ્પ્રોવેમેન્ટ પ્લાન અંતર્ગત પોર્ટલ પર ડેટા એન્ટ્રી, પાણી પુરવઠાની ૧૯૧૬ હેલ્પલાઇન પર આવેલ ફરિયાદો અને નિવારણની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પ્રાંત અધિકારી શ્રી કે.કે. કરમટા અને સમિતિના સદસ્યશ્રીઓ તેમજ સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
૦૦૦ ૦૦૦ ૦૦૦
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસુરતમાં ગણેશજીના આગમનમાં ભીડ બેકાબૂ બની, ધક્કામુકી થતા અનેક શ્રદ્ધાળુઓ ને બાળકો દબાયા
August 24, 2026 01:34 PMપોરબંદર વનવિભાગ દ્વારા એક જ દિવસમાં બે મગરનું રેસ્કયુ
August 24, 2026 01:25 PMAAPના ધારાસભ્ય ચૈતર વસાવાને ઝટકો, ગુજરાત હાઈકોર્ટે જામીન અરજી ફગાવી; જાણો શું છે સમગ્ર મામલો
August 24, 2026 01:22 PMજામનગર: જોગવડમાં ટાયરમાં પથ્થર રાખવા જતા ટ્રક ફરી વળતા યુવાનનું મૃત્યુ
August 24, 2026 01:21 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
