જામનગર જિલ્લામાં પાણી વિતરણની વ્યવસ્થાઓ અંગે શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
ઓછા વરસાદની પરિસ્થિતિમાં નાગરિકોને પીવાનું અને સિંચાઈનું પાણી સરળતાથી મળી રહે તે માટે તંત્રને જરૂરી સૂચનાઓ અપાઈ
જામનગર તા.૦૩, જામનગર સર્કિટ હાઉસ ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં પાણી વિતરણની વ્યવસ્થાઓ અંગે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જામનગર જિલ્લામાં વર્તમાન ચોમાસા દરમિયાન થયેલા ઓછા વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નાગરિકોને પીવાના તેમજ સિંચાઈના પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંત્રીએ મહાનગરપાલિકા, સિંચાઈ વિભાગ અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પાણી વિતરણની આનુસંગિક વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી અને વર્તમાન પરિસ્થિતિ અંગે જરૂરી માહિતી મેળવી હતી. બેઠક દરમિયાન નાગરિકોને સરળતાથી અને પુરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ થાય તે માટે આગોતરા આયોજન અને લેવાના થતા વિવિધ પગલાંઓ અંગે અધિકારીઓ સાથે સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.સાથે જ પાણીનો વેડફાટ અટકે તે માટે લેવાના થતા પગલાંઓ અંગે કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડીયા, શાસક પક્ષના નેતા અમર મોદી તેમજ દંડક પ્રવિણાબેન રૂપડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હાજર રહી જરૂરી વિગતો રજૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
