જામનગર જિલ્લાના ૨૫ ડેમમાં ફકત ૧૦.૨૪ ટકા જળરાશી
પાણીની મોકાણ, તમામ ડેમમાં સરેરાશ માત્ર ૧.૨૪ ટકા જળસંગ્રહ નોંધાયો,
કુલ ૧૧૯૮૮.૮૭ ની ક્ષમતા સામે ૧,૨૨૭.૨૦ એમસીએફટી પાણી ઉપલબ્ધ
જામનગર જિલ્લામાં ચોમાસાની સિઝન આગળ વધી રહી હોવા છતાં જિલ્લાના જળાશયોમાં પાણીનો સંગ્રહ હજુ ઘણો ઓછો છે. સિંચાઈ વિભાગ દ્વારા તા. ૧૫ સપ્ટેમ્બરે સવારે ૮થી ૧૦ વાગ્યા દરમિયાન જાહેર કરાયેલી સ્થિતિ મુજબ જિલ્લાના કુલ ૨૫ જળાશયોની ૧૧,૯૮૮.૮૭ એમસીએફટીની કુલ સંગ્રહ ક્ષમતા સામે હાલ ૧,૨૨૭.૨૦ એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આમ જિલ્લાના તમામ ડેમોમાં સરેરાશ માત્ર ૧.૨૪ ટકા જળસંગ્રહ નોંધાયો છે.
જિલ્લામાં ટકાવારીની દૃષ્ટિએ ઉંડ-૪ ડેમમાં સૌથી વધુ ૩૬.૪૨ ટકા પાણી ભરાયેલું છે. ત્યારબાદ ઉમિયાસાગર ડેમમાં ૨૯.૮૯ ટકા, બાલંભડીમાં ૨૮.૫૩ ટકા, પન્ના ડેમમાં ૨૭.૭૧ ટકા અને જામનગર શહેર માટે મહત્વના રણજીતસાગર ડેમમાં ૨૫.૧૮ ટકા જળસંગ્રહ નોંધાયો છે. ફુલઝર (કોબા) ડેમમાં ૧૯.૨૭ ટકા તથા વાગડિયા ડેમમાં ૧૯.૮ ટકા પાણી સંગ્રહિત છે. અન્ય જળાશયોની સ્થિતિ જોઈએ તો સસોઈમાં ૫.૭૪ ટકા, રંગમતીમાં ૨.૨૬ ટકા, વિજરખીમાં માત્ર ૦.૬૮ ટકા, સપડામાં ૧૨.૨૯ ટકા, ફોફળ-૨ માં ૭. ટકા, ઉંડ-માં ૫.૬૦ ટકા અને ફુલઝર-૧માં ૧૩.૯૮ ટકા જળસંગ્રહ નોંધાયો છે. ફુલઝર-૨, રૂપાવટી અને વોડીસાંગ ડેમમાં રિપોર્ટ મુજબ પાણીનો નોંધાયેલ સંગ્રહ શૂન્ય છે. ઉંડ-૧ ડેમમાં ૭.૯૮ ટકા, ડાઈ મિણસરમાં ૧૨.૪૬ ટકા, આજી-૪માં ૧૦.૯૫ ટકા, રૂપારેલમાં ૧૩.૧૬ ટકા અને સસોઈ-૨માં માત્ર ૪ટકા જળસંગ્રહ નોંધાયો છે. ઉંડ-૨માં તો માત્ર ૦.૦૪ ટકા પાણી ઉપલબ્ધ હોવાનું સિંચાઈ વિભાગના આંકડામાં દર્શાવાયું છે. વરસાદ છતાં મોટાભાગના ડેમોમાં પાણીની નવી આવક નોંધાઈ ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
