જામનગરમાં ૪૨ વિસ્તારોમાં આજે પાણી વિતરણ બંધ, ભારે દેકારો

  • September 29, 2026 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ૪૨ વિસ્તારોમાં આજે પાણી વિતરણ બંધ, ભારે દેકારો 


જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા સસોઈ ડેમથી પાણી આવતી પાઈપલાઈન પર સ્કાડા સિસ્ટમ હેઠળ જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટ ખાતે ફ્લોમીટર ઇન્સ્ટોલેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા. ૨૯ સપ્ટેમ્બર, મંગળવારે રવિપાર્ક અને જ્ઞાનગંગા ઝોનમાં પાણી વિતરણ બંધ રહેશે.આથી બંને ઝોન હેઠળના ૪૨ વિસ્તારમાં આવતીકાલે પાણી વિતરણ કરવામાં આવશે. 
મહાનગરપાલિકાની યાદી મુજબ રવિપાર્ક ઝોન-એ હેઠળના યાદવનગર, ભક્તિનગર, મહાદેવનગર, રાધેકૃષ્ણ પાર્ક, ડિફેન્સ કોલોની, વિશાલ પાર્ક, ગોકુલધામ, બાલાજી-૧, ૨ અને ૩, નવી-જૂની ચાલી, આનંદ કોલોની, ભીંડાવાડી, પુરબીયાની વાડી, શિવ ટાઉનશિપ, તિરુપતિ પાર્ક-૧ અને ૨, રાધેકૃષ્ણ સોસાયટી, નિલકંઠ પાર્ક, દ્વારકાધીશ પાર્ક, પુષ્પક પાર્ક, યોગી પાર્ક અને સંગમ પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે. તે જ રીતે જ્ઞાનગંગા ઝોન હેઠળના ઈવા પાર્ક, રઘુવીર પાર્ક, સુભાષ પાર્ક, ન્યૂ નવાનગર, નિલકંઠ પાર્ક, મયુર ટાઉનશિપ, ખોડિયાર પાર્ક, મયુરબાગ, સેટેલાઈટ પાર્ક, શ્રીજી પાર્ક, મારુતિનંદન, મારુતિ રેસિડેન્સી, પુષ્કરધામ, ગોકુલધામ, મંગલધામ, હરિધામ, આલાપ એવન્યુ, તુલસી પાર્ક, સહજાનંદ પાર્ક અને શનૈશ્વર પાર્ક સહિતના વિસ્તારોમાં પણ પાણી વિતરણ બંધ રહેશે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે, તા. ૩૦ સપ્ટેમ્બરે પ્રથમ દિવસે પાણી બંધ રહેલા ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે, જ્યારે ત્યારબાદના દિવસે નિયમિત સમયપત્રક મુજબના ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે. 
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application