મુખ્ય ચૂંટણી કમિશનર સામેના વિરોધનો રેલો પહોંચ્યો જામનગર: કોંગીજનોના ધરણા
લાલબંગલા સર્કલ ખાતે શહેર કોંગ્રેસ અને કલેકટર કચેરી ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા જ્ઞાનેશકુમાર સામે કરાયો ઉગ્ર વિરોધ: બન્ને સ્થળેથી અંદાજે પ૦ કોંગીજનોની પોલીસે કરી અટક
ભારતના ચુંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે દેશભરમાં કોંગ્રેસ અને સાથી પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ગુજરાતમાં પણ ઠેકઠેકાણે દેખાવો થઇ રહ્યા છે ત્યારે આખરે આ વિરોધનો રેલો જામનગર પહોંચ્યો છે અને આજે શહેર-જિલ્લા કોંગી દ્વારા અલગ અલગ સ્થળે ધરણા, સુત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસે બન્ને સ્થળેથી પ૦ જેટલા કોંગીજનોની અટક કરી હતી.
ગઇકાલે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ શહેર કોંગીએ પણ વિરોધનો કાર્યક્રમ જાહેર કર્યો હતો તે અનુસાર અહીંના લાલબંગલા સર્કલ ખાતે શહેર કોંગી સંગઠન પાંખ તથા નગરસેવકો અને આગેવાનો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા અને મુખ્ય ચુંટણી કમિશનર જ્ઞાનેશકુમારનું રાજીનામું માંગવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા લાલબંગલા સર્કલે ધરણાનો કાર્યક્રમ અટકાવ્યો હતો અને શહેર કોંગ્રી પ્રમુખ દિગુભા જાડેજા, પ્રદેશ કોંગે્રસના બિપેન્દ્રસિંહ જાડેજા, કોંગી નગરસેવિકા સહારા મકવાણા સહિતના આગેવાનો કાર્યકરો સહિત રપ જેટલાની અટકાયત કરવામાં આવી હતી. બીજી તરફ સસેકશન રોડ ઉપર સેવાસદન સામે જિલ્લા કોંગી દ્વારા પણ મુખ્ય ચુંટણી કમિશનરના રાજીનામાની માંગણી સાથે ધરણા કરવામાં આવ્યા હતા અને ત્યાં પોલીસે જિલ્લા કોંગી પ્રમુખ મનોજ કથીરીયા ઉપરાંત જે.પી.મારવીયા, તાલુકા કોંગી પ્રમુખ ઇકબાલભાઇ ઉપરાંત ગોવિંદભાઇ ચાવડા, સચીનભાઇ ચોટાઇ, લાલપુર તાલુકા કોંગી પ્રમુખ મહાવીરસિંહ, કાલાવડ તાલુકા કોંગી પ્રમુખ દિપકભાઇ સહિત આગેવાનો મળી રપ જેટલાની અટકાયત કરવામાં આવી હતી. બન્ને સ્થળેથી કોંગી આગેવાનોને પોલીસ વેનમાં બેસાડીને લઇ જવામાં આવ્યા હતા.
આમ દેશના મુખ્ય ચુંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વિરોધનો વંટોળ દેશભરમાં ઉઠયો છે તેની અસર જામનગરમાં પણ પહોંચી છે. આગામી દિવસોમાં કદાચ વિરોધના વધુ કાર્યક્રમો કોંગી દ્વારા આપવામાં આવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
