જામનગર: ગોકુલનગરમાં મહિલા સંચાલિત જુગારધામ પર પોલીસનો દરોડો

  • August 14, 2026 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ગોકુલનગરમાં મહિલા સંચાલિત જુગારધામ પર પોલીસનો દરોડો

૮ મહિલા સહિત ૧૨ પત્તાપ્રેમીની અટક : એક લાખની રોકડ સહિતનો મુદામાલ કબ્જે : લાલપુર અને કોટડા બાવીસીમાં તિનપતી ખેલતા ૧૦ ઝબ્બે : ત્રણમાળીયા આવાસ પાછળ કાટ-છાપનો જુગાર

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા મકાનમાં મહિલા દ્વારા સંચાલિત જુગારધામ ધમધમતું હોવાની બાતમીના આધારે સીટી-સી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહીમાં ૮ મહિલા સહિત કુલ ૧૨ જુગારીઓ ઝડપાઈ ગયા હતા. સ્થળ પરથી રોકડ રકમ, ગંજીપત્તાના પાના, મોબાઇલ ફોન સહિત કુલ ૨,૦૦,૯૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જયારે મયુરનગર આવાસની પાછળ કાટ-છાપનો જુગાર, લાલપુર અને કોટાડાબાવીસીમાં તિનપતીની મોજ માણતા શખ્સોને દબોચી લેવાયા હતા.

ગોકુલનગર-સોહમનગર સોસાયટીમાં મહાકાળી ફરસાણની દુકાન પાસે આવેલા મકાનમાં કાજલબેન કેસરીયા મકવાણા નામની મહિલા દ્વારા બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી મળતાં પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. ત્રણ પત્તીનો જુગાર રમતા ઇસમોને ઝડપી લઈ રોકડ ૧,૦૦,૬૦૦, ગંજીપત્તાના પાના, મોબાઇલ ફોન તેમજ એક જ્યુપિટર  નં. જીજે૧૦ઇજી-૭૧૯૫ સહિતનો ૨.૦૦.૯૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસે દરોડા દરમ્યાન સોહમનગરના કાજલબેન રાજુભાઈ કેસરીયા મકવાણા, પાણાખાણ પાસે રહેતી દીવાળીબેન વિજયભાઈ બાંભણીયા, સાયોના શેરીના દિનુબેન ભરતભાઈ મકવાણા, પાણાખાણ પાસે રહેતી કાન્તાબેન ટીનાભાઈ કુન્તીયા, મયુરનગરના ઈલાબા મહિપતસિંહ જાડેજા, ગોકુલપુરીના માનકુબા જુવાનસિંહ જાડેજા, મયુરનગરની જોશનાબેન ભુપત ગુજરાતી, નાઘેડીની અંજુબેન દીપક રાઠોડ, ગોકુલનગરની વિજય વસંતપરી ગોસ્વામી, સિકકા ભગવતી સોસાયટીના હરદીપસિંહ ચંદુભા ચુડાસમા, સાયોના શેરીમાં રહેતા રવી વનરાજભાઈ પારેજીયા અને ગોકુલનગર દેવશી રમેશભાઇ લિંબડને ઝડપી લીધા હતા. આ બનાવમાં જુગારધારા કલમ ૪ તથા ૫ મુજબ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બીજા દરોડામાં લાલપુરના ખારા તળાવની બાજુમાં બાવળની ઝાડીમાં તિનપતીનો જુગાર રમતા લાલપુરના ભાવેશ નારણ કગથરા, દ્વારકાધિશ સોસાયટીના જામસિંહ ભુપતસિંહ જાડેજા, લાલપુર આંબેડકરવાસમાં રહેતા કિશોર દાના ચાવડા, મધુરમ સોસાયટીના દેવેન્દ્રગીરી રણછોડગીરી ગોસ્વામીને રોકડા ૧૦૦૨૦ સાથે પકડી લીધા હતા, જયારે વિજયપુર ભરૂડીયા ગામના વિપુલ નગા જોગલ, લાલપુરના નિલેશ ફરાર થઇ ગયા હતા.

ત્રીજા દરોડામાં જામજોધપુરના કોટડાબાવીસી નદી કાંઠે તિનપતીનો જુગાર રમતા ભગવતીપરાના મહેન્દ્ર ઉર્ફે જીગો વિઠ્ઠલ વરાણીયા, રાજકોટ રામધામ સોસાયટીના રાજેશ ખીમજી જોશી, ધ્રાફાના પ્રવિણ કારા શીલુ, જામઆંબરડી ગામના અજય લાલજી દવે, કોટડાબાવીસીના અશ્ર્વીન જમન કણસાગરા અને અજય મુકેશ પંચાસરાને દબોચી લઇ રોકડા ૧૩૫૦૦, બુલેટ નં. જીજે૧એસએમ-૩૬૩૪ અને ગંજીપતા મળી કુલ ૯૮૫૦૦નો મુદામાલ સ્થાનીક પોલીસે કબ્જે કર્યો હતો.

અન્ય દરોડામાં મયુરનગર ત્રણમાળીયા આવાસની પાછળ જાહેરમાં સિકકો ઉછાળીને કાટ-છાપનો જુગાર રમતા સુભાષપરાના રવજી નારણ વાઘોણા, ખંભાળીયાનાકા આગળ કૃષ્ણપાર્કમાં રહેતા ઇસ્માઇલ સિદિક બુઢાણી, ધરારનગરના દિવ્યેશ અનિલ મકવાણા, દ્વારકાપુરી ખાતે રહેતા કલ્પેશ બાલમુકુંદ પંડયાને રોકડા ૧૨ હજાર સાથે સીટી-સી પોલીસે દબોચી લીધા હતા. જયારે લાખો ગઢવી અને સાજણ ઉર્ફે મુનો ગઢવી નાશી ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application